અમદાવાદ  શહેરમાં આજે દાણીલીમડા- બહેરામપુરા વિસ્તારમાં આવેલા કાપડના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે. પાંચ કિમી સુધી આગનાં ગોટેગોટા જોવા મળી રહ્યાં છે. સાત થી આઠ જેટલા ગોડાઉનમાં આગ પ્રસરી જતાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં TRP મોલ જેવી ભયંકર આગથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. લાશ્કરો આગ બૂઝાવવાની પ્રક્રિયામાં જોતરાઈ ગયા છે. આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી. ગોડાઉનમાં અઢળક માલ બળીને ખાખ થઈ ગયો છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાઈ ગઈ છે.
			

                                
                                



