રાજકોટના ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડ ફાયર સહિતના વિભાગના જવાબદારો સામે તપાસ ચાલી રહી છે ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડે. ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા બાદ હવે તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા સામે એન્ટિ કરપ્શન બ્યૂરોએ ફરિયાદ નોંધી છે. રાજકોટ મનપાના TPO મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતની ACBએ ફરિયાદ દાખલ કરી છે. તત્કાલીન TPO પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો.
રાજકોટના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. એન્ટીકરપ્શન બ્યુરોએ વધુ એક ફરિયાદ દાખલ કરી છે. સાગઠીયા સાથે સંકળાયેલા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસમાં 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે. સાગઠીયાની આવક કરતા 410% સંપત્તિ વધુ મળી આવી છે. સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો છે. દરમિયાન તેના વતનમાં પણ એસીબીની તપાસ કરાઈ રહી છે. એસીબીના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટ ડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટક્યો હતો.