PM નરેન્દ્ર મોદીએ 19 જૂન, 2024ને બુધવારે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે, ત્રીજી ટર્મ માટે શપથ લીધા બાદ પહેલા 10 દિવસમાં મને નાલંદા જવાની તક મળી. આ મારું સૌભાગ્ય છે, હું તેને ભારતની વિકાસયાત્રાના સારા સંકેત તરીકે જોઉં છું. નાલંદા માત્ર એક નામ નથી. તે એક ઓળખ છે, સન્માન છે. નાલંદા એક મૂલ્ય, એક મંત્ર, એક ગૌરવ, એક વાર્તા છે. નાલંદા એ સત્યની ઘોષણા છે. આગ ભલે પુસ્તકોને બાળી નાખે, પણ તે જ્ઞાનને નષ્ટ કરી શકતી નથી’
કાર્યક્રમમાં સીએમ નીતિશ કુમારે કહ્યું કે, જૂની સરકારે સાંભળ્યું નહીં. તેમણે કહ્યું કે તેણે યુનિવર્સિટીને ઘણી વખત વિનંતી કરી હતી. આ પહેલાં વડાપ્રધાને લગભગ 15 મિનિટ સુધી 1600 વર્ષ જૂની પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના અવશેષોની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન 10.03 વાગ્યે ખંડેર પર પહોંચ્યા. તેઓ ત્યાંથી 10.24 મિનિટે રવાના થયા હતા. આ પછી વડાપ્રધાન પ્રાચીન નાલંદા યુનિવર્સિટી પહોંચ્યા. ત્યાં તેમણે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરી દેશને સમર્પિત કર્યું. વડાપ્રધાને યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
પીએમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ નાલંદામાં હાજર છે. આ કાર્યક્રમમાં 17 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. લોકસભા ચૂંટણી બાદ પીએમ મોદીની બિહારની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે.