કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર અને કેન્દ્રીય રાજ્યમંત્રી કૃષ્ણપાલ ગુર્જર જે સીટ પરથી ચૂંટણી જીત્યા છે તે સીટ પર ગોટાળાના કારણે EVM તપાસનો આદેશ આપવામાં આવ્યો છે ચૂંટણી પંચે (EC) હરિયાણા લોકસભાની 2 સીટની ચૂંટણીમાં EVMમાં ખામીની ફરિયાદને ગંભીરતાથી લીધી છે. ECએ કરનાલ અને ફરીદાબાદ બેઠકના EVM ચેક કરાવવાનો નિર્ણય લીધો છે.
આ બંને બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી દરમિયાન મતદાનમાં ગોટાળાની આશંકા વ્યક્ત કરી હતી. આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરવામાં આવી હતી. કરનાલના કોંગ્રેસના ઉમેદવાર દિવ્યાંશુ બુદ્ધિરાજાએ ચૂંટણી પંચને પત્ર લખીને EVMની તપાસની માંગ કરી હતી. તેમજ, ફરીદાબાદથી કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર પ્રતાપે પણ ગેરરીતિની આશંકા વ્યક્ત કરી હતી. ચૂંટણી પંચે કહ્યું છે કે લોકસભા ચૂંટણી 2024માં EVMમાં ખામી હોવાની ફરિયાદ કરતી 8 અરજીઓ મળી હતી. જેમાં હરિયાણાની કરનાલ અને ફરીદાબાદ લોકસભા સીટ સામેલ છે.