Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બાળકને માતા-પિતાના રમકડાં તરીકે ન સમજવા જોઈએ

હાઈકોર્ટના જજે માતા-પિતાને લગાવી ફટકાર

dharmendravaghela by dharmendravaghela
2024-06-21 11:37:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બાળકની કસ્‍ટડી સાથે સબંધિત એક કેસની સુનાવણી કરતા હાઈકોર્ટે માતા-પિતાને સખત ફટકાર લગાવી છે. બોમ્‍બે હાઈકોર્ટની ગોવા બેન્‍ચનું કહેવું છે કે, બાળકને માતા-પિતાના રમકડાં તરીકે ન સમજવા જોઈએ. આ સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, બાળકના હિતને સૌથી ઉપર રાખવું જોઈએ. કોર્ટે માતા અને પિતા બંનેને બાળકની ગરમીની રજા દરમિયાન સમાન કસ્‍ટડી આપવાનો આદેશ આપ્‍યો છે.
બાળકની માતા દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી દ્વારા ફેમિલી કોર્ટના ૮ મે ના આદેશનો પડકારવામાં આવ્‍યો હતો. ફેમિલી કોર્ટે પિતાને ૭ અઠવાડિયા અને માતાને ૫ અઠવાડિયાની કસ્‍ટડી આપી હતી. અરજી પર સુનાવણી જસ્‍ટિસ ભરત દેશપાંડેની બેન્‍ચ કરી રહી હતી. કોર્ટે સુનાવણી કરતા કહ્યું કે, અહીં એ ધ્‍યાન રાખવું જરૂરી છે કે, માતા-પિતાએ મુલાકાતના અધિકારોની ભરપાઈ કરવા માટે બાળકને રમકડાની જેમ ન સમજવું જોઈએ. બાળક સાથે માણસની જેમ વ્‍યવહાર કરવો જરૂરી છે અને સૌથી મહત્‍વની બાબત એ છે કે બાળકના હિ ને સૌથી ઉપર રાખવું જોઈએ.
૧૪ જૂને કોર્ટમાં આદેશ જારી કરવામાં આવ્‍યો હતો.બાળકના માતા-પિતા અમેરિકન નાગરિક છે અને તેમના લગ્ન કેલિફોર્નિયામાં થયા હતા અને બાળકનો જન્‍મ ૨૦૧૯માં પેરિસમાં થયો હતો. થોડા સમય પછી બંને વચ્‍ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને પિતા બાળકને લઈને ગોવા આવી ગયા ત્‍યારે કેલિફોર્નિયાની કોર્ટે એક્‍સ પાર્ટ ઓર્ડરમાં બાળકની કસ્‍ટડી પિતાને સોંપી દીધી હતી. ત્‍યારબાદ માતા પણ ભારત આવી ગઈ અને બંનેએ મળીને માપુસામાં ફેમિલી કોર્ટનો દરવાજો ખખડાવ્‍યો. મહત્‍વની વાત એ છે કે, હાઈકોર્ટે આદેશમાં એ પણ જણાવ્‍યું છે કે, તેણે ઓક્‍ટોબર ૨૦૨૩માં ફેમિલી કોર્ટના જૂન ૨૦૨૩ના એક આદેશમાં સુધારો કર્યો છે. ત્‍યારે બાળકની કસ્‍ટડી માતાને આપવામાં આવી હતી અને પિતાને મળવાનો અધિકાર આપવામાં આવ્‍યો હતો.
અહેવાલ પ્રમાણે પિતા બાળકને ખરાબ સ્‍વાસ્‍થ્‍યના કારણે તેને નહોતો મળી શક્‍યો અને તેમણે સ્‍કૂલની રજા દરમિયાન બાળકની કસ્‍ટડી માટે માપુસાની ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હવે ૮ મે ના રોજ ફેમિલી કોર્ટ દ્વારા જારી આદેશમાં પિતાને ૭ અઠવાડિયા અને માતાને ૫ અઠવાડિયાની કસ્‍ટડી આપવામાં આવી હતી. હવે તેના વિરુદ્ધ માતાએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્‍યો છે. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જજે કહ્યું કે, પિતાને ૭ અઠવાડિયાની કસ્‍ટડી આપવી એ બાળકના હિત વિરુદ્ધ છે. આ સાથે જ તેમણે કહ્યું કે, આવી નાજુક ઉંમરમાં માતાની હાજરી તેમના માટે વધુ જરૂરી છે. કોર્ટે માતા-પિતા વચ્‍ચે કસ્‍ટડીનો સમય બરાબર વહેંચવાની વાત કહી છે. આવી સ્‍થિતિમાં બંને વચ્‍ચે ૧૧ અઠવાડિયા બરાબર વહેંચવામાં આવશે અને બંનેને ૫-૫ અઠવાડિયાની કસ્‍ટડી મળશે.

Advertisement
Tags: bombay high courtchildfither mothergoa
Previous Post

હરિયાણા લોકસભાની 2 સીટના EVMની થશે તપાસ

Next Post

UPDATE: કેજરીવાલને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
UPDATE: કેજરીવાલને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે

UPDATE: કેજરીવાલને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે

ભાવનગર ખાતે જિલ્લાકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

ભાવનગર ખાતે જિલ્લાકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.