મંગળવાર, 2 જુલાઈએ સંસદ સત્રનો 7મો દિવસ છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં સંસદ ભવનમાં NDA સંસદીય દળની બેઠક શરૂ થઈ છે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, કેબિનેટ મંત્રીઓ અને NDAના સાંસદો ભાગ લઈ રહ્યા છે. આજે સાંજે 4 વાગ્યે પીએમ મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલશે.
સોમવારે રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા તરીકે પહેલીવાર લોકસભામાં ભાષણ આપ્યું હતું. 90 મિનિટના ભાષણમાં રાહુલે મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ હિંસા ભડકાવે છે. જેઓ પોતાને હિન્દુ કહે છે તેઓ 24 કલાક હિંસા કરે છે. રાહુલના નિવેદન પર પીએમ મોદીએ ઉભા થઈને કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે. રાહુલે કહ્યું કે નરેન્દ્ર મોદીજી સમગ્ર હિન્દુ સમાજ નથી. ભાજપ સમગ્ર હિન્દુ સમાજ નથી. RSS એ સમગ્ર હિન્દુ સમાજ નથી.