NEET પેપર લીક કેસમાંસીબીઆઈને વધુ એક સફળતા મળી છે. સીબીઆઈએ NEET મામલે આરોપી સંજીવ મુખિયા સાથે સંબંધ ધરાવનાર અમન સિંહની CBIએ ધનબાદમાંથી ધરપકડ કરી છે. CBI આ મામલાની તપાસ કરતા અનેક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે. આ સંદર્ભમાં સંજીવ મુખિયાના નજીકના ચિન્ટુ અને મુકેશ પાસેથી માહિતી મળ્યા બાદ સીબીઆઈએ આરોપી અમન સિંહની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. અમનની ઝારખંડના ધનબાદથી ધરપકડ કરવામાં આવી છે.
અમન સિંહ પેપર લીક કેસમાં ફરાર રોકીનો ખૂબ જ નજીક માનવામાં આવે છે અને રોકી રાંચીમાં હોટલ બિઝનેસ સાથે જોડાયેલા સંજીવ મુખિયાનો ભત્રીજો છે. NEET પેપર લીક થયા પછી, રોકીએ તેના જવાબો તૈયાર કરવા માટે સોલ્વરોનું આયોજન કર્યું હતું. રોકી ઝારખંડમાં સંજીવ મુખિયા ગેંગની ખાસ સંપત્તિ છે. રાંચી અને પટનાના એમબીબીએસ વિદ્યાર્થીઓને સોલ્વર તરીકે ઉપયોગમાં લેવાતા હતા. મળતી માહિતી મુજબ અમન સિંહની ધરપકડથી રોકી અને સોલ્વર્સ વિશે મહત્વની માહિતી મળી શકે છે. આ સિવાય સીબીઆઈ અમન સિંહની સંજીવ મુખિયાના હાલના લોકેશન વિશે પૂછપરછ કરશે. તેને પૂછપરછ માટે પટના લાવવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં સીબીઆઈ દ્વારા લેવામાં આવેલા આરોપીઓના રિમાન્ડની મુદત આજે 4 જુલાઈએ પૂરી થઈ રહી છે.