Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સ્પેન રેકૉર્ડ-બ્રેક ચોથી વખત યુરો ફૂટબૉલમાં ચેમ્પિયન

ઇંગ્લૅન્ડ સતત બીજી વાર ફાઇનલ હારી જતાં પ્રથમ ટ્રોફીથી વંચિત

dharmendravaghela by dharmendravaghela
2024-07-15 12:43:59
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુઇફા યુરો 2024માં સ્પેનની ટીમે ઇંગ્લૅન્ડને ફાઇનલમાં 2-1થી હરાવીને વિક્રમજનક ચોથી વખત ‘હેન્રી ડેલૉને કપ’ તરીકે ઓળખાતી યુરોની આ ટ્રોફી જીતી લીધી હતી.યુરોપિયન ચેમ્પિયનશિપનો નિર્ણાયક જંગ શરૂઆતથી જ રસાકસીભર્યો અને રોમાંચક હતો. સ્પેન આ ટૂર્નામેન્ટમાં સાત મૅચ રમ્યું અને તમામ સાતમાં એણે વિજય મેળવવાના રેકૉર્ડ સાથે ટાઈટલ જીતીને નવો ઇતિહાસ રચ્યો.
હાફ ટાઈમના ઇન્ટરવલ બાદ થોડીક સેકન્ડ પછી નિકો વિલિયમ્સે (47મી મિનિટમાં) ગોલ કરીને સ્પેનને 1-0થી સરસાઈ અપાવી હતી. જોકે કોલ પાલ્મરે 73મી મિનિટમાં ગોલ કરીને ઇંગ્લૅન્ડને 1-1ની બરાબરીમાં લાવી દીધું હતું. સ્પેનના મિકેલ ઑયાર્ઝાબલે ભારે રસાકસી વચ્ચે 90 મિનિટની મૅચની સમાપ્તિની ગણતરીની ક્ષણો અગાઉ (86મી મિનિટમાં) ગોલ કરીને સ્પેનને 2-1થી સરસાઈ અપાવીને સનસનાટી મચાવી દીધી હતી. છેવટે તેનો એ ગોલ ટાઈટલ-વિનિંગ સાબિત થયો હતો.
ઇંગ્લેન્ડ 1966માં ફિફા વર્લ્ડ કપ જીત્યા બાદ ફૂટબૉલની એક પણ મોટી ટ્રોફી નથી જીતી શક્યું. યુરોની ટ્રોફી ઇંગ્લૅન્ડના હાથમાં ક્યારેય નથી આવી. આ વખતની યુરો ફાઈનલ જીતીને એને 58 વર્ષનો ટ્રોફીનો દુકાળ દૂર કરવાનો મોકો હતો. જોકે 2020ની જેમ 2024માં પણ ‘થ્રી લાયન્સ’ તરીકે જાણીતી ઇંગ્લૅન્ડની ટીમ ફાઇનલ હારી જતાં ફરી એકવાર યુરો ફૂટબૉલની પહેલી ટ્રોફીથી એ વંચિત રહી ગયું છે.સ્પેન અને જર્મની આ સ્પર્ધા પહેલાં સૌથી વધુ ત્રણ-ત્રણ ટ્રોફી સાથે બરાબરીમાં હતા. જોકે હવે સ્પેને ચોથી વખત ટાઈટલ મેળવીને સૌથી વધુ વખત ટાઈટલ જીતનાર દેશ તરીકેનું ઐતિહાસિક ગૌરવ હાંસલ કર્યું છે. સ્પેન આ અગાઉ 1964માં, 2008માં અને 2012માં યુરો ચેમ્પિયન બન્યું હતું.

Tags: euro cup finalspain champion
Previous Post

જો કોળી નેતાને CM બનાવાય તો…

Next Post

મધ્યપ્રદેશ સરકારે 24 કલાકમાં સૌથી વધુ વૃક્ષો વાવવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
મધ્યપ્રદેશ સરકારે 24 કલાકમાં સૌથી વધુ વૃક્ષો વાવવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

મધ્યપ્રદેશ સરકારે 24 કલાકમાં સૌથી વધુ વૃક્ષો વાવવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ભાવનગરમાં મહોર્રમ પર્વને અનુલક્ષીને મહેંદી મુબારકની વિધિ યોજાઈ

ભાવનગરમાં મહોર્રમ પર્વને અનુલક્ષીને મહેંદી મુબારકની વિધિ યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.