સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 2,393.77 પોઈન્ટ અથવા 2.96 ટકાના ઘટાડા સાથે 78,588 પર ખુલ્યો હતો. આ સિવાય NSEનો નિફ્ટી 414.85 પોઈન્ટ અથવા 1.68 ટકાના ઘટાડા સાથે 24,302 પર ખુલ્યો હતો.
ભારતીય શેરબજારમાં આજે ઘટાડાનું સુનામી આવ્યું છે અને તેની પાછળ વૈશ્વિક બજારોમાં ઘટાડો છે. અમેરિકન બજારોમાં ભારે ઘટાડાથી સ્થાનિક શેરબજારો ખુલી ગયા છે. બેન્ક નિફ્ટી 650થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો અને શરૂઆતની મિનિટોમાં જ 800 પોઈન્ટ ઘટીને 50560 થઈ ગયો હતો. માર્કેટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને 2-2.5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજે શૅરબજારની પ્રિ-ઓપનિંગમાં BSE સેન્સેક્સ 3774.81 પૉઇન્ટ અથવા 4.66 ટકાના જંગી ઘટાડા સાથે 77207.14ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 605.10 પોઈન્ટ અથવા 2.45 ટકાના જંગી ઘટાડા સાથે 24112.60 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. શુક્રવારે અમેરિકન બજારોમાં આવેલા ઘટાડા અને આજે એશિયન બજારોમાં ઘટાડાની સુનામીની અસર સ્થાનિક શેરબજાર પર પણ જોવા મળી રહી છે.
શુક્રવારે વોલ સ્ટ્રીટ પર અમેરિકાના મુખ્ય સૂચકાંકોમાં લગભગ અઢી ટકાનો જંગી ઘટાડો નોંધાયો હતો. અમેરિકન શેરબજારનો મુખ્ય સૂચકાંક ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 610.71 પોઈન્ટ અથવા 1.51 ટકા ઘટીને 39,737.26 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે S&P500માં 1.84 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ટેક સ્ટોક ફોકસ્ડ ઈન્ડેક્સ Nasdaq Composite 2.43 ટકા ઘટીને 16,776.16 પોઈન્ટ પર આવી ગયો હતો.