અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે સગીરના આડેધડ ફાયરિંગમાં વડોદરાના યુવકનું મોત થયાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, 18 વર્ષથી મૈનાંક પટેલઅમેરિકામાં સ્થાયી થયા હતા. નોર્થ કેરોલિના રાજ્યના સેલબરીમાં મૈનાંક પટેલ રહેતો હતો.
નોંધનીય છે કે, મૈનાંકના મૃત્યુથી વડોદરામાં બહેન અને પરિવારમાં ભારે દુ:ખનો માહોલ જોવા મળી રહ્યો છે. સોલાટ સિટીમાં ગેસ સ્ટેશનમાં સ્ટોરમાં મેનેજર તરીકે મૈનાંક પટેલ (Mainank Patel) કામ કરી રહ્યો હતો. નોંધનીય છે કે, 13 ઓગસ્ટે લૂંટના ઈરાદે બુકાનીધારીએ ગોળીઓ વરસાવી હતી. સમગ્ર ઘટનાને લઈને રોવાન કાઉન્ટી પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ગુજરાતી દુકાનદારો અને મોટેલમાલિકો ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. જેમાં મૂળ વડોદરાના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા મૈનાંક નિલેશભાઈ પટેલ (ઉપર થયેલા ગોળીબારમાં તેમનું મોત થયું છે. 13 ઓગસ્ટના રોજ બુકાનીધારીએ લૂંટના ઇરાદે પોતાની પાસે રહેલી બંદૂકથી મૈનાંક ઉપર આડેધડ ગોળીઓ વરસાવી હતી અને ભાગી છૂટ્યો હતો. સ્થાનિક રોવાન કાઉન્ટી પોલીસે એક શ્વેત બુકાનીધારી સગીરની ધરપકડ કરી હતી. મૈનાંક નોર્થ કેરોલિના રાજ્યના સેલબરી ખાતે રહેતો હતો. મૈનાંક 18 વર્ષથી અમેરિકામાં સ્થાયી હતો અને સોલાટ સિટીમાં ગેસ સ્ટેશનના સ્ટોરમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. મૈનાંક પરિણીત હતો અને પત્ની અમીબેન મૂળ ચરોતરનાં વતની છે, તેમને સંતાનમાં એક દીકરો પણ છે. મૈનાંકના મોતથી પરિવારજનો સ્થાનિક ગુજરાતીઓમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી.