Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યસભા-વિધાન પરિષદમાં એસસી-એસટીને અનામત પર ભાજપની તૈયારી

કેરળમાં RSSની સાથે સમન્વય બેઠકમાં થઇ શકે છે અંતિમ નિર્ણય

dharmendravaghela by dharmendravaghela
2024-08-20 11:21:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જાતિ આધારિત વસ્તીગણતરી અને અનામત મુદ્દે વિપક્ષના આક્રમક વલણનો સામનો કરવા માટે ભાજપ રાજ્યસભા અને રાજ્યોની વિધાન પરિષદમાં એસસી/એસટી વર્ગને અનામત આપવાનો વાયદો કરી શકે છે. આ મુદ્દે કેરળમાં 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી RSSની સાથે સમન્વય બેઠકમાં અંતિમ નિર્ણય થઇ શકે છે. સૂત્રો અનુસાર શનિવારે દિલ્હીમાં થયેલી ભાજપ પદાધિકારીઓની બેઠકમાં તેના પર ચર્ચા થઇ હતી. આ બેઠકમાં તમામ પ્રદેશ અધ્યક્ષ પણ સામેલ હતા. બેઠકમાં પાર્ટીની ભાવિ રણનીતિને લઇને જે મુદ્દા પર વાત થઇ હતી તેમાં અનામત પણ છે.
લોકસભા ચૂંટણી પર ચર્ચા દરમિયાન એ વાત સામે આવી કે ‘અનામત ખતમ કરવા’, ‘બંધારણમાં ફેરફાર’ જેવા વિપક્ષના નેરેટિવથી નુકસાન થયું. એ પણ સામે આવ્યું કે આ મુદ્દા પર હજુ પણ એસસી-એસટી સમુદાયોમાં શંકા છે, જેને વિપક્ષ વિધાનસભા ચૂંટણી દરમિયાન મુદ્દા તરીકે ચગાવી શકે છે. દરમિયાન ભાજપ તેનો ઉકેલ શોધી રહી છે. હવે પાર્ટી વિધાનસભા અને લોકસભા હેઠળ અનામતને વિસ્તાર આપવાનો વાયદો કરીને વિપક્ષના નેરેટિવને બગાડી શકે છે.
છ રાજ્યોમાં વિધાન પરિષદ, રાજ્યસભા ઉપરાંત યુપી, બિહાર, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વિધાન પરિષદ છે. ભાજપ વિધાન પરિષદોમાં એસસી-એસટી માટે 5% અનામત પર વિચાર કરી રહી છે. સંઘની સમન્વય બેઠકમાં સહમતિ બનશે તો સંસદના શિયાળુ સત્રમાં તેનાથી જોડાયેલું બંધારણીય સુધારા બિલ લાવી શકાય છે.
બંધારણની કલમ 332 હેઠળ વિધાનસભામાં SC-ST સમુદાય માટે જનસંખ્યાના ગુણોત્તરમાં સીટો અનામત છે. જ્યારે, લોકસભામાં એસસી-એસટી માટે 131 સીટ અનામત છે, એસસીની 84 અને એસટીની 47 સીટ છે. જોકે કલમ 171 હેઠળ વિધાન પરિષદો તેમજ રાજ્યસભામાં એસસી-એસટી અનામતની જોગવાઇ નથી.

Tags: Anamatbjp rssindia
Previous Post

PoKનો વ્યક્તિ મંકીપોક્સથી સંક્રમિત : પાકિસ્તાનમાં ચોથો કેસ

Next Post

ગીરગઢડાના ખિલાવડ ગામે રાત્રીના 12 સિંહોનું ટોળું રસ્તા પર

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
ગીરગઢડાના ખિલાવડ ગામે રાત્રીના 12 સિંહોનું ટોળું રસ્તા પર

ગીરગઢડાના ખિલાવડ ગામે રાત્રીના 12 સિંહોનું ટોળું રસ્તા પર

રાજ્યમાં વરસાદની 27% ઘટને પગલે 13 જિલ્લામાં અછતનું ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં વરસાદની 27% ઘટને પગલે 13 જિલ્લામાં અછતનું ઓરેન્જ એલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.