આયુષ્માન ભારત હેઠળ, વીમા કવચને બમણું કરીને રૂ. ૧૦ લાખ અને મહિલાઓ માટે રૂ. ૧૫ લાખ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ૪ લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા ૫૫ કરોડથી વધારીને ૧૦૦ કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજનાને કેન્દ્રીય આર્લેગ્સ મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, ગ્રુપ ઓફ સેક્રેટરીઝ (GOS) એ આ સ્કીમ પર રિપોર્ટ સબમિટ કર્યો છે. તેને આગામી પાંચ વર્ષ માટેના લક્ષ્યાકો અને તેમની સિદ્ધિ માટે સમયરેખા નક્કી કરવાનું કાર્ય સોંપવામાં આવ્યુ છે. સામાજિક ક્ષેત્ર માટેના GOSમાં આરોગ્ય, આયુષ, રમતગમત, સંસ્કળતિ અને શિક્ષણ સહિત નવ મંત્રાલયોનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં કેબિનેટ સચિવ સમક્ષ પેઝન્ટેશન આપવાની શકયતા છે.
આયુષ્માન ભારત યોજના નરેન્દ્રભાઇ મોદી સરકારની મુખ્ય આરોગ્ય યોજના છે. તે વિશ્વની સૌથી મોટી યોજના હોવાનું કહેવાય છે. ડાલમાં તે ૧૨:૩૪ કરોડ પરિવારોને આવરી લે છે. ૫૫ કરોડ લાભાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે. પરિવાર દીઠ રૂ. ૫ લાખનું વાર્ષિક કવરેજ પૂરું પાડે છે. 30 જૂન સુધીમાં ૭૩૭ કરોડ લોકોએ હોસ્પિટલોમાં આ યોજનાનો લાભ લીધો હતો. અત્યાર સુધી ૧ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. ભાજપ આ યોજનાને એનડીએ સરકારની સફળતાની ગાથાઓમાંની એક માને છે અને આ વર્ષે લોકસભા ચૂંટણી માટે પાર્ટીના મેનિફેસ્ટોમાં ૭૦ વર્ષથી વધુ ઉમરના તમામ નાગરિકો સુધી તેનો કવરેજ વિસ્તારવાનું વચન આપવામાં આવ્યું છે. સચિવોના વિવિધ જૂથોને ભાજપના ‘સંકલ્પ પત્રમાંથી લક્ષ્યાંકો બનાવવા અને તેના માટે ચૂંટણી સમયરેખાની કલ્પના કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
નવા રિપોર્ટ અનુસાર વાર્ષિક વીમા કવચની રકમ વધારીને ૧૦ લાખ રૂપિયા પ્રતિ પરિવાર કરી શકાય છે. જ્યારે મહિલાઓના કિસ્સામાં, ચોક્કસ રોગો અને ચોક્કસ પરિસ્થિતિઓ માટે આ કવર ૧૫ લાખ રૂપિયા સુધી વધારી શકાય છે. તમને જણાવી દઈએ કે કુલ બાયુષ્માન કાર્ડમાંથી લગભગ ૪૯% મહિલાઓ છે તે જ સમયે, હોસ્પિટલમાં દાખલ કરાયેલા લગભગ ૪૮૪ મહિલાઓ છે. આ સિવાય લાભાર્થીઓની સંખ્યા વધારીને ૧૦૦ કરોડ કરવાનો અને ખાનગી હોસ્પિટલની બેડની સંખ્યામાં ૪ લાખનો વધારો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ ૭.રર લાખ બેડ છે. મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, કૃત્ય આયોગના સભ્ય સ્ટ પોલની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની ભલામણોને ધ્યાનમાં લીધા પછી જ ઉપરોક્ત દરખાસ્તોને ઔપચારિક બનાવીને નાણા મંત્રાલય અને કેબિનેટને મંજૂરી માટે મોકલવામાં આવશે