અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુશ વિલ્મોરને સ્પેસ સ્ટેશન પર લઈ ગયેલું અવકાશયાન 3 મહિના પછી પૃથ્વી પર સુરક્ષિત રીતે લેન્ડ થયું છે. 3 મોટા પેરાશૂટ અને એરબેગ્સની મદદથી તેને સુરક્ષિત લેન્ડ કરાયું છે. તે ભારતીય સમય અનુસાર સવારે 3:30 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી અલગ થઈ ગયું હતું. તે સવારે 9:32 કલાકે અમેરિકન રાજ્ય ન્યૂ મેક્સિકોમાં વ્હાઇટ સેન્ડ સ્પેસ હાર્બર (રણ) પર ઉતર્યું હતું.
નાસાની વેબસાઈટ અનુસાર સ્ટારલાઈનર (સ્પેસ ક્રાફ્ટ) સવારે 9:15 વાગ્યે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતું. એન્ટ્રી પછી તેની સ્પીડ લગભગ 2,735 કિમી પ્રતિ કલાક હતી. લેન્ડિંગની માત્ર 3 મિનિટ પહેલાં, અવકાશયાનના 3 પેરાશૂટ ખુલ્યા હતા. બોઇંગ કંપનીએ નાસા સાથે મળીને આ સ્પેસ યાન બનાવ્યું છે. 5 જૂને સુનીતા અને બૂચને ISSમાં મોકલવામાં આવ્યા હતા. તે માત્ર 8 દિવસનું મિશન હતું. પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે તેનું રિટર્ન મોકૂફ રાખવું પડ્યું હતું. હવે આ અવકાશયાન ક્રૂ વિના પૃથ્વી પર પરત ફરી રહ્યું છે.
સ્ટારલાઈનરના ઉતરાણ પછી, નાસા અને બોઈંગની ટીમ તેને ફરીથી એસેમ્બલી યુનિટમાં લઈ જશે. ત્યાં તેની તપાસ કરવામાં આવશે. સ્ટારલાઇનની પ્રોપલ્શન સિસ્ટમમાં કેમ ખામી સર્જાઈ તે જાણવા મળશે. કયા કારણથી હિલીયમ લીક થયું તે જાણવામાં આવશે.
———