મધ્યપ્રદેશ ખાતે પકડાયેલી દવાઓની તપાસનો રેલો વડોદરા પહોંચ્યો છે. આ તપાસમાં મધ્યપ્રદેશ પોલીસની સાથે NCB (નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ટીમ પણ વડોદરા આવી તાપસમાં જોડાઈ છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાં મધ્યપ્રદેશ અને NCBની ટીમ દ્વારા ક્લોરોફિલ્સ બાયોટેક પીવીટી. એલટીડી કંપનીનું ગોડાઉન આવેલું છે જ્યાં મોડી રાત્રે મધ્યપ્રદેશ પોલીસ અને NCBની ટીમ આવી પહોંચી ગુપ્ત તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશ ખાતે થોડા દિવસો પહેલા ગેરકાયદે દવાઓનો જથ્થો પકડાયો હતો. જેની તપાસ સંદર્ભે MP પોલીસ અને નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ વડોદરા આવી પહોંચી છે. ક્લોરોફિલ્સ બાયોટેક પીવીટી. એલટીડી કંપની દ્વારા Codeine Phosphate નામની દવા બનાવે છે. જેની ફેકટરી મધ્યપ્રદેશ ખાતે આવેલી છે. હાલ NCB અને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે.