મુંબઈમાં ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. આ જોરદાર પવનને કારણે અનેક જગ્યાએ તોફાન અને વીજળી પણ પડી હતી. હવામાન વિભાગે જણાવ્યું કે થાણે, મુલુંડ, કુર્લા, ઘાટકોપર, દાદર, વરલી, અંધેરી-બાંદ્રા સહિત બોરીવલીમાં સૌથી વધુ વરસાદ થયો છે. આ વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઈટ્સ પણ પ્રભાવિત થઈ છે.
હવામાન વિભાગે કહ્યું છે કે મુંબઈમાં આજે પણ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય મહારાષ્ટ્રના 29 જિલ્લામાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. દેશમાંથી ચોમાસાની વિદાય બાદ વરસાદની મોસમ પૂરી થઈ ગઈ હતી. જો કે આજે 15 રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે 12 થી 16 ઓક્ટોબરની વચ્ચે તમિલનાડુ, કેરળ, દક્ષિણ કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આજે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. જોકે ગુરુવારે પશ્ચિમ રાજસ્થાનના બાડમેરમાં સૌથી વધુ 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.