રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ 30 સપ્ટેમ્બરે ગુજરાતના 17 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ, દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની શક્યતા છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે.





