છેલ્લા 6 મહિનાથી અસક્રિય અથવા ઉપયોગમાં ન હોય તેવા રાશનકાર્ડ ધારકો સામે સરકારે કડક પગલાં લેવાની કવાયત હાથ ધરી છે, જેના કારણે અંદાજે 1.58 કરોડ પરિવારનું રાશન બંધ થવાની સંભાવના છે. પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) ના ડેટાબેઝને વધુ પારદર્શક બનાવવા માટે આ વિશેષ કવાયત શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા કાર્ડધારકો તેમજ ડુપ્લિકેટ અને અન્ય સ્થળે સ્થળાંતરિત થઈ ચૂકેલા બિનજરૂરી લાભાર્થીઓને સરકારી યાદીમાંથી દૂર કરવામાં આવશે. તંત્ર દ્વારા વિગતવાર માહિતીની ચકાસણી કર્યા બાદ જ આ અંગે આગળની સત્તાવાર કાર્યવાહી અમલમાં મૂકવામાં આવશે.
———–






