અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જેમ જેમ મતદાન સમાપ્ત થઈ રહ્યું છે તેમ તેમ પરિણામો પણ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 28 રાજ્યોમાં પરિણામ આવી ચુક્યા છે. જેમાંથી 19માં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને 9માં ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને જીત મળી છે. ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનને રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે યોજાનારી સંસદીય ચૂંટણીમાં લીડ મળી છે.
અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીને ‘ગધેડા’ તરીકે અને રિપબ્લિકન પાર્ટીને ‘હાથી’ તરીકે ઓળખવામાં આવે છેકેટલાક રાજ્યોમાં મતદાન સમાપ્ત થવામાં હવે લગભગ થોડો સમય બાકી છે. અમેરિકાના 50 રાજ્યોમાં 538 ઈલેક્ટોરલ વોટ એટલે કે સીટ માટે વોટિંગ ભારતીય સમય મુજબ મંગળવારે સાંજે 4 વાગ્યે શરૂ થયું. આજે સવારે લગભગ સાડા નવ સુધીમાં તમામ રાજ્યોમાં મતદાન સમાપ્ત થઈ જશે.
રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ વચ્ચે પ્રેસિડેન્ટ પદ માટે જોરદાર સ્પર્ધા છે. જો કમલા જીતશે તો 230 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા રાષ્ટ્રપતિ બનશે. જો ટ્રમ્પ જીતશે તો તેઓ 4 વર્ષ પછી વ્હાઇટ હાઉસ પરત ફરશે. કમલા હેરિસ હાલમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે, જ્યારે ટ્રમ્પ 2017 થી 2021 સુધી રાષ્ટ્રપતિ રહ્યા છે.