ગુજરાત સરકાર દ્વારા સરકારી નોકરી મેળવવા ઈચ્છાતા ઉમેદવારો માટે ભરતી કરવામાં આવે છે. GPSC દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે GPSC દ્વારા સૌપ્રથમ વખત ઉમેદવારોના સંમતિપત્રક લેવાશે. સરકારના સમય અને નાણાં ન વેડફાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંમતિપંત્રકમાં સંમતિ દર્શાવ્યા બાદ વિદ્યાર્થીએ ફરજિયાતપણે પરીક્ષા આપવી પડશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જ સંમતિપત્રક ભરી શકશે. ફોર્મ ભરાય છે, પરંતુ ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોની સંખ્યા વધારે હશે એવી પરીક્ષામાં જ સંમતિપત્ર લેવાશે.






