જીએસટીના ડીજીજીઆઇ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં રેકોર્ડ તપાસી કેમ્બ્રીજ અને હાવર્ડ જેવી યુનિવર્સિટીનો અભ્યાસ કરાવવા બદલ ફી ઉઘરાવીને ફોરેન યુનિવર્સીટીને આપતી સ્કૂલોને શોધી કાઢી છે. આવી સ્કૂલો પર લાગુ પડતી ડિમાન્ડ ડીજીજીઆઈ દ્વારા નિકાળવામાં આવી છે. સામાન્ય રીતે ભારત બહારથી લેવામાં આવતી સેવા ઉપર અને ચુકવણી ફોરેન એકસ્ચેન્જમાં કરવામાં આવે ત્યારે તેમાં RCMમાં સર્વિસ લેનાર વ્યક્તિ ઉપર ટેકસ ભરવાની જવાબદારી આવે છે. આમાં ફોરેન એક્ચેન્જમાં કરવામાં આવેલી ચૂકવણી પર 18 ટકા GSTની ડિમાન્ડ ઊભી થતી હોય છે. જેને લઇને અમદાવાદની 7 જેટલી સ્કૂલોને પાછલા 6 વર્ષના GST ચોરીની નોટીસ પાઠવવામાં આવી છે.
અમદાવાદની સ્કૂલોમાં કેબ્રીજ, હાવર્ડ જેવી યુનિવર્સિટીનો અભ્યાસ કરાવવામાં આવતી હોવાની હકીકત તાજેતરમાં ડીજીજીઆઇએ કરેલી તપાસમાં બહાર આવ્યું હતું. એટલું જ નહીં તેના માટેની ફી વિદ્યાર્થીઓ પાસેથી અલગથી લેવામાં આવે છે. જેને લઇને જીએસટીના ડીજીજીઆઇ દ્વારા આવી સ્કૂલોમાં રેકોર્ડ તપાસી આવી ફી ઉઘરાવીને ફોરેન યુનિવર્સીટીને આપતી સ્કૂલોને શોધી કાઢી છે. આવી સ્કૂલો પર લાગુ પડતી ડિમાન્ડ નિકાળવામાં આવી છે. સામાન્ય રીતે ભારત બહારથી લેવામાં આવતી સેવા ઉપર અને ચુકવણી ફોરેન એકસ્ચેન્જમાં કરવામાં આવે ત્યારે તેમાં આરસીએમમાં સર્વિસ લેનાર વ્યક્તિ ઉપર ટેકસ ભરવાની જવાબદારી આવે છે. આમાં ફોરેન એક્ચેન્જમાં કરવામાં આવેલી ચુકવણી ઉપર 18 ટકા GSTની ડિમાન્ડ ઊભી થતી હોય છે. જેને લઇને અમદાવાદની સાત જેટલી સ્કૂલોને પાછલા 6 વર્ષના GST ચોરીની નોટીસ પાઠવવામાં આવી છે.
કાયદાકીય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો કોઇ વ્યક્તિ દ્વારા ભારત બહારથી સેવા લેવામં આવતી હોય તો તેવા કિસ્સામાં તે સ્કૂલો કે યુનિવર્સિટી ભારતીય કાયદા હેઠળ આવતી નથી. એવા કિસ્સામાં સ્કૂલો અને યુનિવર્સટીઓને આવી સર્વિસ ઉપર ટેકસ ભરવાની જવાબદારી આવી શકે છે. જો આમાં જવાબદારી અદા ન કરી હોય સ્કૂલોને જીએસટી વ્યાજ અને પેનલ્ટી સાથે ભરવી પડશે અને હવે પછીથી વિદ્યાર્થીઓ દ્વારા ચુકવવામાં આવતી ફી ઉપર વધારે 18 ટકાની જવાબદારી આવશે.






