Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હીરાની મંદીના કારણે દિવાળી વેકેશન પછી વરાછા ઝોનમાં 603 બાળકોએ અધવચ્ચે ભણતર છોડ્યું

આ વખતે દિવાળી વેકેશન લંબાયું હતું અને વેકેશન પછી પણ મોટાભાગની ડાયમંડ ફેક્ટરીઓ અને કારખાનાઓ ચાલુ થયા નથી

dharmendravaghela by dharmendravaghela
2024-12-10 11:24:32
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરત, જેને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં હાલ હીરાની મંદીના કારણે દિવાળી વેકેશન પછી અનેક કારખાનાઓ અને ફેક્ટરીઓ શરૂ થઈ નથી. તેની સીધી અસર હવે બાળકોના ભણતર પર પડી રહી છે. વરાછા ઝોનમાં જ્યાં હજારો હીરાના કારખાના-ફેક્ટરીઓ આવેલી છે અને લાખો રત્નકલાકારો વસે છે, ત્યાંની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાંથી 603 જેટલા બાળકોએ એલસી લઈને અધવચ્ચે ભણતર છોડ્યું છે.
આ સ્થિતિનું મુખ્ય કારણ હીરા ઉદ્યોગમાં મંદી હોવાનું માનવામાં આવે છે. સમગ્ર વિશ્વના 100માંથી 90 હીરાના કટીંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. પરંતુ યુક્રેન-રશિયા યુદ્ધ અને એક પછી એક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે હીરા ઉદ્યોગમાં મંદી છે. આ વખતે દિવાળી વેકેશન લંબાયું હતું અને વેકેશન પછી પણ મોટાભાગની ડાયમંડ ફેક્ટરીઓ અને કારખાનાઓ ચાલુ થયા નથી. આ પરિસ્થિતિને કારણે લાખો રત્નકલાકારોના આજીવિકા ઉપર પણ આંચકો આવ્યો છે. વરાછા ઝોનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં રત્નકલાકારોના બાળકો મોટી સંખ્યામાં ભણતા હોય છે. હવે, આ બધી સ્કૂલોમાંથી 603 બાળકોએ ફોર્મલ રીતે એલસી લીધી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, વરાછા ઝોનમાં શિક્ષણ સમિતિની કુલ 50 જેટલી સ્કૂલો આવેલી છે. અહીં મુખ્યત્વે રત્નકલાકારોના બાળકો એડમિશન લઈને ભણતા હોય છે. આ 50 સ્કૂલોમાંથી 603થી વધુ વિદ્યાર્થીએ પોતાનું એલસી લઈને સ્કૂલો છોડી દીધી છે. હવે આ વિદ્યાર્થીઓ સ્કૂલોમાંથી એલસી કેમ લઈ ગયા છે, તે અંગે અમારે આગામી દિવસોમાં તપાસ કરીને રિપોર્ટ મગાવવાનો છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, મને એવું લાગે છે કે, હીરામાં આવેલી મંદીના કારણે રત્નકલાકાર વાલીઓ પોતાના બાળકોના એલસી લઈ ગયા હશે. એમના કારખાના કે આજુબાજુના ધંધામાં મંદીનો સામનો કરી રહ્યા હોય તે કારણે પણ આ રીતે વિદ્યાર્થીઓએ સ્કૂલો છોડી હશે. હાલ જે રેકોર્ડ મળે છે તે દિવાળી વેકેશન પછીનો છે. અમે તપાસ કરીને આ વિદ્યાર્થીઓએ સ્કૂલો કેમ છોડી છે, તેની વિગત મંગાવીશું. સાથે જ જે વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર કે આજુબાજુના વિસ્તારોમાં ગયા હોય ત્યાં તેમની એડમિશન પ્રક્રિયાની પણ તપાસ કરીશું. સાથે તેમને ભણતરમાં ખલેલ ન પડે તે માટે પ્રભાવશાળી પગલાં લઈશું.

Advertisement
Tags: educatonsuratvarachha zone
Previous Post

રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની બદલી:

Next Post

લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કાંડ: સરખી કરવા જતા 5 રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું ??

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કાંડ: સરખી કરવા જતા 5 રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું ??

લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કાંડ: સરખી કરવા જતા 5 રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું ??

પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ. કૃષ્ણાનું નિધન

પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ. કૃષ્ણાનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.