ચેન્નઈની અન્ના યુનિવર્સિટીની એન્જિનિયરિંગના બીજા વર્ષની વિદ્યાર્થિની પર 23 ડિસેમ્બરે બળાત્કાર થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તમિલનાડુ બીજેપી અધ્યક્ષ અન્નામલાઈએ શુક્રવારે સવારે રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાને કોરડા માર્યા. તેમણે કહ્યું કે આરોપી ડીએમકેનો નેતા છે. તેને બચાવવામાં આવી રહ્યો છે.
તેમણે કોઈમ્બતુરમાં કહ્યું- જ્યાં સુધી ડીએમકે સત્તામાંથી બહાર નહીં થાય ત્યાં સુધી હું કોઈ પગરખાં નહીં પહેરું. તેમણે ભગવાન મુરુગનના તમામ 6 ધામોનાં દર્શન માટે 48 દિવસના ઉપવાસની પણ જાહેરાત કરી હતી.
23 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યે અન્ના યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના બીજા વર્ષની વિદ્યાર્થિની પર બળાત્કાર થયો હતો. રાજભવન અને IIT મદ્રાસ યુનિવર્સિટી કેમ્પસની નજીક સ્થિત છે, જે ઉચ્ચ સુરક્ષા ઝોનમાં આવે છે. પોલીસે કેમ્પસમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને આરોપી જ્ઞાનશેખરનની ધરપકડ કરી. તે યુનિવર્સિટી પાસે બિરયાની વેચે છે. પરંતુ પીડિતાની ઓળખ જાહેર કરી છે.ચેન્નઈ પોલીસ કમિશનર એ અરુણે ગુરુવારે જણાવ્યું હતું કે એફઆઈઆરને આઈપીસીમાંથી BNSમાં રૂપાંતરિત કરતી વખતે ઓટોમેટિક લોકિંગ પ્રોસેસ લેટ થઈ. એફઆઈઆર લોક ન થઈ એટલે ટેક્નિકલ કારણોસર તે લીક થઈ ગઈ હતી. અમે ટૂંક સમયમાં આ ક્ષતિ માટે જવાબદારો સામે કેસ દાખલ કરીશું.
પોલીસે જણાવ્યું કે આરોપી જ્ઞાનશેખરન યુનિવર્સિટી કેમ્પસની બહાર ફૂટપાથ પર બિરયાની વેચે છે. તેની સામે 2011માં એક યુવતી પર બળાત્કારનો કેસ પણ નોંધાયેલો છે. આ ઉપરાંત તેની સામે લૂંટ સહિતના 15 ગુના નોંધાયેલા છે. પોલીસને શંકા છે કે આરોપીના મોબાઈલમાં અન્ય ઘણા લોકોના વાંધાજનક વીડિયો હોઈ શકે છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.