યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોમાં નવા વર્ષ નિમિત્તે એક વ્યક્તિએ બારમાં ફાયરિંગ કરીને તેના જ પરિવારના સભ્યો સહિત 10 લોકોની હત્યા કરી નાખી. માર્યા ગયેલાઓમાં પરિવાર ઉપરાંત બાર માલિક અને તેના બે બાળકો પણ સામેલ છે. ચાર લોકો ઘાયલ પણ થયા છે.
આરોપી હુમલાખોરની ઓળખ 45 વર્ષીય અકો માર્ટિનોવિક તરીકે થઈ છે, જે હુમલા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તેને પકડવા માટે પોલીસે વિસ્તારના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા અને તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે આરોપી હુમલાખોરે આત્મહત્યા કરી હતી. માર્ટિનોવિક તેના મહેમાનો સાથે બારમાં હાજર હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બારમાં ઝગડાથી શરૂ થઈ હતી. ઝગડા બાદ તે ઘરે ગયો અને ત્યાંથી હથિયારો લાવ્યો. આ પછી તેણે સ્થાનિક સમય અનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે ફાયરિંગ કરીને ધડાઘડ ગોળીઓ વરસાવી હતી. તેણે કરેલા ફાયરિંગમાં 4 લોકોના મોત થયા હતા. બાર માલિક અને તેના બે બાળકો માર્યા ગયા. આ પછી તે અન્ય ત્રણ જગ્યાએ ગયો અને ગોળીબાર કર્યો, જેમાં અન્ય લોકોની હત્યા કરી.