વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ એન્ડ એક્સ્પોની મુલાકાત સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દાસ પેંડાવાળાના સ્ટોલની મુલાકાત લીધી હતી. આ વખતે એમ.ડી બૈજુભાઈ મહેતાએ તેમને ભાવનગરના સમૃદ્ધ અને ઐતિહાસિક વારસાની વાત કરી અને ભાવનગરના મહારાજાના હસ્તે તેઓને છેક 1937માં ઉત્તમ ગુણવત્તા માટે મળેલું ઓરીજનલ હેન્ડ પેન્ટેડ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.
બૈજુ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે હતું કે એક સદી પહેલાં પણ આ પ્રકારના એક્ઝિબિશનો ભાવનગર સ્ટેટ દ્વારા આયોજિત થતા હતા જેનો મુખ્ય હેતુ લોકલ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વેપાર અને ઉદ્યોગને વધુ મજબૂત બનાવવાનો હતો. હાલ લોકલ ફોર વોકલ મુમેન્ટની જેમ ત્યારે પણ ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટ વખતે વિદેશી વસ્તુ છોડી સ્વદેશી અપનાવવા ચળવળ ચાલતી હતી તેના ભાગરૂપે સ્થાનિક પ્રોડક્ટ્સને ખાસ તકો આપવામાં આવતી હતી, જેનો સીધો લાભ સ્થાનિક કારીગરો અને ઉદ્યોગોને મળતો હતો. આવા જ કોઈ હેતુથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત થયેલ આ એક્સપોને કારણે ભાવનગરના વેપાર ઉદ્યોગને અસંખ્ય તકો અને પ્લેટફોર્મ પૂરું પડેલ છે.
આ પ્રસંગે કેન્દ્રીય મિનિસ્ટર નિમુબેન બાંભણિયા, ગુજરાત રાજ્ય ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા ભાવનગર પૂર્વ ધારાસભ્ય સેજલબેન પંડ્યા પણ હાજર રહ્યા હતા.