કલાગુરૂ સ્વ. ખોડીદાસ પરમારની પુત્રી રેખા જયદેવસિંહ વેગડનું નેશનલ કક્ષાએ સોલો (વ્યકિતગત) ચિત્ર પ્રદર્શન ઉદયપુર મુકામે યોજવા માટે ગુજરાત સ્ટેટ લલીતકલા અકાદમી દ્વારા આર્થિક સહાય આપવામાં આવેલ છે તે અંતર્ગત “કલા ઉત્સવ” શિર્ષક તળે ચિત્ર પ્રદર્શન “બાગોર કી હવેલી” ગંગુર ઘાટ, ઉદયપુર રાજસ્થાન મુકામે તા.૧૦ થી તા.૧૨ જાન્યુઆરી એમ ત્રણ દરમ્યાન યોજવામાં આવેલ છે.
આ પ્રદર્શન પ્રોગ્રામ એકઝીકયુટીવ હેમંત મહેતા, અખિલ ભારતીય નવ વર્ષ સમિતિનાં રાષ્ટ્રીય સચિવ ડો. પ્રદિપ કુમાવત, નેઈલ આર્ટના મીનીએચર આર્ટીસ્ટ શિવસિંઘ સોલંકી તથા આસીસ્ટન્ટ સ્ટેટેસ્ટીકલ ઓફીસર વોટર રીસોર્સીસ ડીપાર્ટમેન્ટ તેજસ્વીતા ચૌબીસાનાના વરદ હસ્તે તા.૧૦ના રોજ સાંજે ૫ વાગે ખુલ્લુ મુકવામાં આવશે. આ પ્રદર્શન દરમિયાન સવારે ૧૦ થી સાંજના ૫ સુધી નિહાળી શકાશે…..