• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સોનામાં રોકાણ કરી તગડો નફો કમાવાની લાલચે ભાવનગરના આધેડ રૂ.1.10 કરોડમાં છેતરાયા

ફેસબુક ફ્રેન્ડ દ્વારા તગડો નફો અપાવવાની આપેલી લાલચ ભારે પડી, સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ

dharmendravaghela by dharmendravaghela
2025-01-21 13:58:58
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં ચિત્ર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા આધેડને તેની ફેસબૂક ફ્રેન્ડ દ્વારા પોતે ફાઇનાન્સ એડવાઈઝર હોવાની ઓળખ આપી સોનામાં રોકાણ કરવાથી દરરોજ અધડા ટકાથી એક ટકા સુધી યુ.એસ.ડી.ટી. માં નફો મળશે તેવી લાલચ આપી વિશ્વાસમાં લઈ આધેડના નામનું વેબસાઈટમાં એકાઉન્ટ બનાવી રૂ.૧.૧૦ કરોડ જેવી મોટી રકમનું રોકાણ કરાવી તેના નફાનો યુ.એસ.ડી.ટી.ભાગ ઉપાડવા નહિ દઈ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા આખરે આધેડે ભાવનગર સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાવનગરના ચિત્રા જીઆઇડીસી ક્વાર્ટર બી/૦૯ માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા યોગેન્દ્રસિંહ અરવિંદસિંહ ગોહિલ ઉં.વ. ૫૦ ને જુન ૨૦૨૪ માં ફેસબુક ઉપર અનિકા શર્મા નામના આઈડી ધરાવતી વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી અને ફેસબુક મેસેન્જર દ્વારા વાત કરતી હતી તેમજ ફેસબુકમાં પોતે ફાઇનાન્સિયલ એડવાઈઝર તરીકે અલગ અલગ કંપનીની જાહેરાત મોકલી આપી અને અલગ અલગ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સારો એવો નફો મળે છે તેમ જણાવી ફેસબુક મેસેન્જર ઉપર એક લીંક મોકલી હતી જેમાં સોનામાં ઓનલાઇન રોકાણ અને ટ્રેડિંગ કરવાથી રોજે ૦.૬% થી એક ટકા સુધી યુએસડીટી પ્રોફિટ મળશે તેમ જણાવ્યું હતું. યોગેન્દ્રસિંહ રોકાણ માટે રસ દાખવતા તેણે મો. નં.૭૩૫૮૨૧૯૪૫૧ પરથી વોટ્સએપ મેસેજ કરી રજીસ્ટ્રેશન કરવાનું કહેતા તેમનું એકાઉન્ટ બનાવ્યું હતું અને લિંક વાળી કંપની Goldman Sachs global financial ( gsgf ) ના ઑનલાઇન કસ્ટમર સપોર્ટના ચેટ હેડ મારફત આપવામાં આવેલ બેન્ક ખાતાની વિગતો મુજબ યોગેન્દ્રસિંહે તેમના બેન્ક ખાતામાંથી અલગ અલગ સમયે ૧૦ જેટલા ટ્રાંજેકશન કરી કુલ રૂ.૧,૧૦,૫૦,૦૦૦/- ટ્રાન્સફર કરાવ્યા હતા.
આ રોકાણ કર્યા બાદ તેમના એકાઉન્ટમાં દર્શાવેલ વોલેટમાં દરરોજ થતા નફા પેટે યુ.એસ.ડી.ટી. ૨૪૩૬૯૫ દર્શાવતું હતું.નફાનો આ ભાગ ઉપાડવા માટે યોગેન્દ્રસીંહ ગોહિલે કંપનીના ઓનલાઇન કસ્ટમર સપોર્ટ ચેટ હેડ મારફત રજૂઆત કરતા ઇન્ટરનેશનલ એન્ડ ધ અન ડીસ્કલોઝડ ફોરેન ઈનકમ એન્ડ એસેટ લો અન્વયે રિસ્ક માર્જીન ભર્યા બાદ ફંડ ઉપાડી શકાશે તેમ જણાવી તેમના જમા ફંડના ૩૦ ટકા લેખે રૂ.૬૦,૬૭,૯૬૪/- ભરવાનો ઇમેઇલ કર્યો હતો.આથી યોગેન્દ્રસિહે ગત તા.૦૫ અને ૦૬/૧૩/૨૦૨૪ ના રોજ રૂ.૫૦,૦૦૦/- અને ત્યાર બાદ કંપની કન્વર્ઝન ફી અને ૫ ટકા રકમ ઉપાડવાની ફી પેટે વધુ રૂ.૧૭,૦૦,૦૦૦/- આર.ટી.જી.એસ.દ્વારા ભર્યા હોવા છતાં આજ સુધી તેમના નફાનો ભાગ ઉપાડવા નહિ દઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે યોગેન્દ્રસ્સિંહ અરવિંદસિંહ ગોહિલે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૩૧૬(૨),૩૧૮(૪),૩૧૯(૨) અને આઇ.ટી. એક્ટની કલમ ૬૬(ડી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
યોગેન્દ્રસિંહ ગોહિલે જે કંપનીમાં રોકાણ કર્યું છે તે આઇ.ડી. આજે પણ શરૂ છે અને તેમના એકાઉન્ટમાં વોલેટમાં યુ.એસ.ડી.ટી. ૪૬૯૫૮૯.૨૭ ફંડ જમા દર્શાવે છે.આ ફંડ મેળવવા માટે તેમણે મોટી રકમ ભરી હોવા છતાં તેમને નફાનો ભાગ આજ દિન સુધી મળ્યો નથી.તેમજ અનીકા શર્મા નામના ફેસબુક એકાઉન્ટ ધારક મારફત રોકાણ કર્યું હતું તે એકાઉન્ટ ધારક યોગેન્દ્રસિંહ સાથે વોટ્સએપ મારફત વાત કરે છે પરંતુ તેનું ફેસબુક મેસેન્જર બંધ થઈ ગયું હોવાનું ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું. આમ સોનામાં રોકાણ કરીને તગડો નફો મેળવવાની લાલચમાં ભાવનગરના વેપારીએ હાલ તો 1.10 કરોડ ગુમાવ્યા છે.

Tags: bhavnagarFraudgold investment
Previous Post

લઘુતમ તાપમાન 18 ડિગ્રી થતા ઉનાળાના આગમનના એંધાણ!

Next Post

વેપારીના હત્યારાઓને ઉદાહરણીય સજા કરાવો

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

વેપારીના હત્યારાઓને ઉદાહરણીય સજા કરાવો

મહુવાના મંદિરમાંથી સરધારના સંતો મૂર્તિઓ અને ધજા લઇ જતા ભાવનગર ખાતે આવેદન અપાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In