Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મુંબઈ હુમલાના કાવતરાખોર રાણાને ભારત લાવવાની તૈયારી શરૂ

NIAની ટીમ અમેરિકા જશે, તેને કઇ જેલમાં રાખવો અને સરેન્ડર કરાવવા સહિતની પ્રક્રિયા શરૂ કરી દીધી

dharmendravaghela by dharmendravaghela
2025-02-15 11:52:07
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને લઇને મોટી જાહેરાત કરી હતી, ટ્રમ્પે કહ્યું હતું કે આતંકી તહવ્વુર રાણાને વહેલીતકે ભારત રવાના કરવા માટે અમારા પ્રશાસને મંજૂરી આપી દીધી છે. રાણાને ભારત મોકલવામાં આવશે જ્યાં તે ન્યાયીક કાર્યવાહીનો સામનો કરશે. બીજી તરફ ભારતે તેને કઇ જેલમાં રાખવો અને સરેન્ડર કરાવવા સહિતની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
તહવ્વુર રાણા હાલ લોસ એન્જલ્સના ડિટેન્સન સેન્ટરમાં કેદ છે, મુંબઇમાં થયેલા આતંકી હુમલામાં રાણાની ભૂમિકા છે, તેણે આ હુમલા પહેલા રેકી કરીને તમામ માહિતી અન્ય આતંકી ડેવીડ કોલમન હેડલીને આપી હતી. રાણાએ અમેરિકાની તમામ કોર્ટોમાં ભારતમાં પ્રત્યાર્પણ સામે અપીલ કરી હતી જેને કોર્ટોએ ફગાવી દેતા હવે અંતે ટ્રમ્પ સરકારે પણ તેને ભારત મોકલવાને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરંસને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મને આજે જાહેરાત કરતા આનંદ થાય છે કે મારી સરકારે વિશ્વના સૌથી દુષ્ટ લોકોમાં સામેલ તહવ્વુર રાણાના ભારતમાં પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. તેને ભારતમાં મોકલવામાં આવશે કે જેથી ત્યાં જઇને તે ન્યાયીક કાર્યવાહીનો સામનો કરે. જાન્યુઆરી મહિનામાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાણાના પ્રત્યાર્પણને અંતીમ મોહર લગાવી દીધી હતી. બીજી તરફ અમેરિકાના પ્રમુખની જાહેરાત સાથે જ રાણાને ભારત લાવવાની તૈયારી શરૂ થઇ ગઇ છે.
મૂળ પાકિસ્તાની કેનેડીયન નાગરિકતા ધરાવતો તહવ્વુર રાણા મુંબઇમાં વર્ષ ૨૦૦૮માં થયેલા આતંકી હુમલાનો આરોપી છે. પાકિસ્તાનથી આવેલા ૧૦ આતંકીઓએ આ હુમલો કર્યો હતો જેમાં ૧૬૬ નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલામાં તહવ્વુર રાણાની ભૂમિકા સામે આવી છે. તેણે હુમલા પહેલા રેકી કરી હતી અને તમામ માહિતી અન્ય આતંકીઓ સુધી પહોંચાડી હતી. હવે તેને ભારતમાં લાવીને તેની સામે કાર્યવાહી કરાશે. વિદેશ સચીવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે રાણાના સરેન્ડર અને પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

Tags: extraditionNIAtahawwur RanaUSA
Previous Post

મધ્ય પ્રદેશમાં અકસ્માતમાં બેના મોતથી ટોળાએ 7 બસો સહિત 11 વાહનોને સળગાવ્યા

Next Post

અમેરિકામાં 10 હજાર સરકારી કર્મચારીઓની એક જ દિવસમાં હકાલપટ્ટી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અમેરિકામાં 10 હજાર સરકારી કર્મચારીઓની એક જ દિવસમાં હકાલપટ્ટી

અમેરિકામાં 10 હજાર સરકારી કર્મચારીઓની એક જ દિવસમાં હકાલપટ્ટી

વન-વે રોડ, નો-વ્હીકલ ઝોન, VVIP પાસ રદ : મહાકુંભના પ્રોટોકોલમાં ફેરફાર

અમેરિકા, રશિયા અને પાકિસ્તાનની કુલ વસ્તી કરતાં વધુ લોકોએ સંગમમાં ડૂબકી મારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.