Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જ્ઞાનેશ કુમાર બન્યા નવા મુખ્ય ચૂંટણી કમિશનર

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય, રાહુલ ગાંધીએ વાંધો ઉઠાવ્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2025-02-18 11:36:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધી રહેશે.તેઓ વર્તમાન સીઈસીની નિવૃત્તિ પછી ચાર્જ સંભાળશે. રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. તે જ સમયે, વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હરિયાણાના મુખ્ય સચિવ અને 1989 બેચના IAS અધિકારી છે.
પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. આ પેનલની ભલામણ પર નવા સીઈસીની નિમણૂક કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા સીઈસી માટે 5 નામોની યાદી આપવામાં આવી હતી. પરંતુ રાહુલે નામો પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. બેઠક બાદ રાહુલ ગાંધીએ એક અસંમતિ નોંધ જારી કરી હતી. આમાં તેમણે કહ્યું હતું કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, તેથી આ બેઠક થવી જોઈતી ન હતી.
કોંગ્રેસનેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે સીઇસી પસંદગી સમિતિ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન છે. ECEની પસંદગી માટે રચાયેલી સમિતિમાંથી CJIને દૂર કરીને, સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તે ચૂંટણીપંચની વિશ્વસનીયતા નહીં, પરંતુ એનું નિયંત્રણ ઇચ્છે છે. સિંઘવીએ જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક માટેના નવા કાયદાને પડકારતો કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ કેસમાં સુનાવણી 19 ફેબ્રુઆરીએ છે. તે ફક્ત 48 કલાકની વાત હતી. સરકારે અરજીની વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈતો હતો.

ચૂંટણીપંચની નિમણૂકને પડકારતી અરજી પર 19 ફેબ્રુઆરીએ સુનાવણી
સુપ્રીમ કોર્ટ 19 ફેબ્રુઆરીએ CEC અને ECની નિમણૂકને પડકારતી અરજી પર સુનાવણી કરશે. આ કેસની સુનાવણી 12 ફેબ્રુઆરીએ થવાની હતી, પરંતુ કેસ સૂચિબદ્ધ થયો ન હતો. ત્યાર બાદ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બેન્ચ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. પ્રશાંતે કહ્યું હતું કે સીઇસી રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર નવા સીઇસીની નિમણૂક કરી શકે છે, તેથી કોર્ટે આ મામલાની ટૂંક સમયમાં સુનાવણી કરવી જોઈએ. આના પર કોર્ટે 19 ફેબ્રુઆરીની તારીખ આપી અને કહ્યું હતું કે જો આ દરમિયાન કંઈ થશે તો એ કોર્ટના નિર્ણયને આધીન રહેશે, તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી. આ મામલો મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અધિનિયમ, 2023ની બંધારણીયતાને પડકારતી અરજીઓનો છે.

Tags: gyaneshkumarindianew cec
Previous Post

બાંગ્લાદેશમાં 5 મહિનામાં 32 હિન્દુઓની હત્યા:13 બળાત્કાર

Next Post

સ્થાનિક સ્વરાજ્યની મતગણતરી શરૂ, બપોર સુધીમાં પરિણામો સ્પષ્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સ્થાનિક સ્વરાજ્યની મતગણતરી શરૂ, બપોર સુધીમાં પરિણામો સ્પષ્ટ

સ્થાનિક સ્વરાજ્યની મતગણતરી શરૂ, બપોર સુધીમાં પરિણામો સ્પષ્ટ

ડ્રગ્સ સાથે નાઇજિરિયન યુવતીની ધરપકડ

ડ્રગ્સ સાથે નાઇજિરિયન યુવતીની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.