ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને રત્નકલાકારોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે ત્યારે તેમને મદદ કરવા માટે ગુજરાતના અલગ અલગ શહેરોના ડાયમંડ એસોસિયેશના હોદ્દોદારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક મળી હતી. જેમાં ભૂપન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, અમે રત્નકલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ અમે આગામી 2 દિવસમાં કોઈ ઠોસ એક્શન પ્લાન બાનાવીશું.
છેલ્લાં 50 વર્ષના ઈતિહાસમાં ડાયમંડ ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં અઢી વર્ષથી ચાલતી મંદીને કારણે અને રત્નકલાકારોની આર્થિક સ્થિતિ પર અસર પડી છે. જેને લઈને આ રત્નકલાકારો માટે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે તે રજૂઆત ડાયમંડ ઉદ્યોગના આગેવાનો દ્વારા કરવામાં આવતી હતી. મંગળવારે વિવિધ એસો.ના હોદ્દોદારોb ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા, ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયા, વિસનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઈશ્વર પ્રજાપતિ, અમદાવાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નરસિંહ કાનાણી, જુનાગઢ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ વિજય પટેલ, ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયા, અમદાવાદ એસોસિએશનના પ્રમુખ જયસુખ કોલડિયાની ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ડાયમંડ ઉદ્યોગના આગેવાનો દ્વારા રત્નકલાકારોને લગતી વિવિધ સમસ્યાઓની રજૂઆત કરી હતી. સીએમએ કહ્યું હુતં કે આ બાબત સરકાર દ્વારા આગામી 2 દિવસાં કોઈ ઠોસ પગલાં ભરવામાં આવશે.