Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં 46008 મહિલા સામે ઘરેલુ અત્યાચાર

પરિવારના જ પુરુષ સભ્ય દ્વારા મહિલા કે સગીરાનું શારીરિક શોષણ કરાયું હોવાના દર વર્ષે 1000 જેટલા કેસ

dharmendravaghela by dharmendravaghela
2025-03-21 11:45:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં મહિલાઓ ઘરની અંદર પણ સુરક્ષિત નથી. ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં 46008 મહિલા સામે ઘરેલુ અત્યાચાર કરાયાના આંકડા બહાર આવ્યા છે. પરિવારના પુરુષ સભ્ય દ્વારા પોતાના જ પરિવારની મહિલા કે સગીરાનું શારીરિક શોષણ કરાયું હોવાના નોંધાયેલા હોય તેવા દર વર્ષે 1000 જેટલા કેસ આવે છે. પરિવારની આબરૂ ના જાય તે માટે આવા કેસ ઘરમેળે પતાવી દેવાતા હોય તેવા અનેક કેસ હશે.
હાઇકોર્ટમાં એક યુવકે દુષ્કર્મના કેસમાં 2 વર્ષની જેલ ભોગવ્યા બાદ તેની સામે ખોટો આક્ષેપ કરાયાનું બહાર આવ્યું હતું. સગીરાએ જન્મ આપેલા બાળકનો ડીએનએ કરાતા તે યુવક સાથે નહી પરંતુ તેના પિતરાઇ સાથે મેચ થયો હતો. પરિવારના દીકરાની આબરૂ ના જાય તે માટે સગીરાના પરિવારે તેના મિત્રનું ખોટું નામ આપ્યું હતું. આ કેસમાં નિર્દોષ યુવકને કોઇ વાંક-ગુના વગર જેલમાં જવું પડ્યું અને તેની સામાજિક પ્રતિષ્ઠાને નુકશાન પહોચ્યું હતું.
યુવકે પોતાની સામેના આરોપને રદ કરવા હાઇકોર્ટમાં અપીલ કરવી પડી અને કાનૂની ખર્ચ ભોગવવો પડ્યો હતો. પરંતુ સાચો આરોપી ઘરનો સભ્ય હોવાથી સગીરાના પરિવારે આગળ કેસ કરવાનું માંડી વાળ્યું હતું. આવા અનેક કેસ છે જેમાં પોકસોની ફરિયાદ કરાય છે, પરંતુ ટ્રાયલ શરૂ થયા બાદ અને ડીએનએના રિપોર્ટ બાદ એવી હકીકત જાણવા મળે છે કે બહારના નહી પણ ઘરના સભ્ય દ્વારા જ મહિલાનું શોષણ કરાયું હતું. ગુજરાતમાં મહિલા સાથે થતા અત્યાચાર પૈકીના 50 ટકાથી વધુ કિસ્સા તો ઘરના સભ્ય દ્વારા જ કરાય છે. સરકારને આવા કેસમાં મહિલાઓ માટે યોજના કરવા શું નીતિ છે તે રજૂ કરવા આદેશ કરાયો છે. તો બીજી તરફ હાઇકોર્ટની જુદી જુદી કોર્ટમાં મહિલાઓએ કરેલી અરજીઓમાં મોટા ભાગના કેસમાં તેના પરિવાર દ્વારા હેરાનગતિ થતી હોવાનું બહાર આવ્યું છે.

Tags: gharelu atyachargujarat
Previous Post

Кракен маркетплейс: вход, зеркала онион и безопасность площадки

Next Post

વડોદરાના યુવકને હનીટ્રેપમાં ફસાવી 1.50 કરોડ પડાવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
વડોદરાના યુવકને હનીટ્રેપમાં ફસાવી 1.50 કરોડ પડાવ્યા

વડોદરાના યુવકને હનીટ્રેપમાં ફસાવી 1.50 કરોડ પડાવ્યા

અમદાવાદના કુખ્યાત મનપસંદ જિમખાના, છારાનગર ને કિશોર લંગડાના પુત્રનું ગેરકાયદે બાંધકામ ધરાશાયી

અમદાવાદના કુખ્યાત મનપસંદ જિમખાના, છારાનગર ને કિશોર લંગડાના પુત્રનું ગેરકાયદે બાંધકામ ધરાશાયી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.