Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં EDનું તેડું

સુપરસ્ટારને સમન્સ, રિયલ એસ્ટેટ કેસમાં ED પૂછપરછ કરશે

dharmendravaghela by dharmendravaghela
2025-04-22 11:44:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સાઉથનાં સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. આ કેસમાં બે રિયલ એસ્ટેટ કંપનીઓ પર ખરીદદારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સાઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાના ગ્રુપ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ મહેશ બાબુને 27 એપ્રિલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા વિવાદાસ્પદ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા બદલ અભિનેતાની તપાસ ચાલી રહી છે. અહેવાલો સૂચવે છે કે મહેશ બાબુને એન્ડોર્સમેન્ટ ડીલ માટે સાઈ સૂર્યા વેન્ચર્સ પાસેથી 5.9 કરોડ રૂપિયાની રકમ મળી હતી.
EDના સૂત્રોએ સંકેત આપ્યો છે કે અભિનેતાને ચૂકવવામાં આવેલી રકમ ગુનાની આવક હોવાની શંકા છે. જેથી તપાસ વધુ તેજ થઈ ગઈ છે. કથિત મની લોન્ડરિંગની તપાસ ચાલુ રહે ત્યાં સુધી અભિનેતા અધિકારીઓને સહકાર આપે તેવી અપેક્ષા છે. આ સમન્સ છેતરપિંડીભર્યા રિયલ એસ્ટેટ સોદાઓની વ્યાપક તપાસના ભાગ રૂપે આવ્યું છે. મહેશ બાબુની સંડોવણી હવે તપાસ હેઠળ છે. અભિનેતા દ્વારા સાંઈ સૂર્ય પ્રોજેક્ટ્સના પ્રમોશનને કારણે ઘણા લોકોએ કથિત છેતરપિંડી વિશે જાણ્યા વિના રોકાણ કર્યું. જોકે તે સીધી રીતે સંડોવાયેલા રહેશે નહીં, પરંતુ ED ડેવલપર્સ દ્વારા તેમને આપવામાં આવેલા પૈસાની તપાસ કરી રહી છે. ‘ગ્રીન મીડોઝ’ નામના પ્રોજેક્ટના રોકાણકારો સાથે છેતરપિંડી કરવા બદલ સાંઈ સૂર્યા કંપની સામે કેસ નોંધવામાં આવ્યો છે. સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુએ ગ્રીન મીડોઝનું પ્રમોશન કર્યું. કંપનીએ તેમને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવ્યા. ED સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મહેશ બાબુને સાંઈ સૂર્યા ડેવલપર્સની જાહેરાત માટે 5.9 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આમાંથી 3.4 કરોડ રૂપિયા સત્તાવાર બેંકિંગ ચેનલો દ્વારા અને 2.5 કરોડ રૂપિયા રોકડામાં હોવાનું કહેવાય છે. ED અધિકારીઓને શંકા છે કે રોકડનો હિસ્સો છેતરપિંડી દ્વારા એકત્રિત કરાયેલા નાણાંનો એક ભાગ છે.

Tags: haidrabadmaheshbabu ed summons
Previous Post

મહાદેવ બેટિંગ એપ કેસમાં EDના અમદાવાદ સહિત 15 સ્થળે દરોડા, 3.29 કરોડની રોકડ જપ્ત

Next Post

કર્ણાટક- પૂર્વ ડીજીપી હત્યા કેસમાં પત્નીની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
કર્ણાટક- પૂર્વ ડીજીપી હત્યા કેસમાં પત્નીની ધરપકડ

કર્ણાટક- પૂર્વ ડીજીપી હત્યા કેસમાં પત્નીની ધરપકડ

રાહુલ ભારતીય છે કે નહીં? લખનઉ હાઈકોર્ટે પૂછ્યું

રાહુલ ભારતીય છે કે નહીં? લખનઉ હાઈકોર્ટે પૂછ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.