Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બુક થયેલા ટૂર પેકેજ ધડાધડ રદ : ગુજરાતમાંથી 1 લાખ ટૂરિસ્ટો કાશ્મીર ફરવા નહીં જાય.

હુમલાના બીજા દિવસે શ્રીનગર-જમ્મુની 50% ફ્લાઈટો ખાલી ગઈ, ગુજરાતમાંથી કાશ્મીરની જુલાઈ સુધીની 90% ટૂર કેન્સલ

dharmendravaghela by dharmendravaghela
2025-04-24 11:40:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરમાં આવેલા પહેલગામમાં પર્યટકો પર થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં ગુજરાતના 3

સહિત 28 પર્યટકો માર્યા ગયા છે. ત્યારે શ્રીનગર, જમ્મુ, સોનમર્ગ, ગુલમર્ગમાં ફસાયેલા હજુ ગુજરાતના

8 હજાર જેટલા પર્યટકોને સલામત રીતે વિમાન, ટ્રેન કે ખાનગી વાહનો મારફતે પરત થઇ રહ્યા છે,

જમ્મુ, શ્રીનગરથી આવતી ડાયરેક્ટ ફલાઇટો ફૂલ થઇ રહી છે અને કનેક્ટિંગ ફલાઈટોના વન-વે ભાડા 15

થી 25 હજારે આસમાને પહોંચ્યા છે. આતંકી હુમલાને પગલે કાશ્મીરના બુક થયેલા ટૂર પેકેજ ધડાધડ

રદ થવા લાગ્યા છે. હાલ 90 ટકા લોકોએ પોતાની ટૂર કેન્સલ કરી છે.
બધુવારે અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં ટ્રાવેલ ફેડરેશન એસોસિએશન ઓફ ઇન્ડિયા (TAFI) ના

ચેરમેન રોનક શાહે જણાવ્યુ કે અમદાવાદ સહિત રાજ્યમાંથી ટ્રેન, ફલાઇટ, રોડ માર્ગે કાશ્મીરનો 6 રાત્રિ

સાત દિવસ પેકેજ 90 ટકા લોકોએ રદ કરી દીધા છે. સુરક્ષા-સલામતીની ધ્યાનમાં રાખી ગુજરાતમાંથી 1

લાખ ટૂરિસ્ટો કાશ્મીર ફરવા નહીં જાય. બુધવારે અમદાવાદથી ઇન્ડિગોની જમ્મુ-શ્રીનગરની 50 ટકા

ફલાઈટો ખાલી ગઇ હતી. ફસાયેલા 8 હજાર ટૂરિસ્ટોને પરત લાવવા એરલાઇનોએ મુંબઇ, દિલ્હીથી

વધારાની ફલાઇટો શરૂ કરી છે. જો કે, ત્યાંથી રિટર્ન આવવાનું ભાડું 25 હજાર સુધી પહોંચી ગયું છે.
કાશ્મીરની ટૂર રદ કરી ટૂર ઓપરેટરો હાલમાં દાર્જીલિંગ, ગેંગટોક, હિમાચલ, મેઘાલય, ઉત્તરાખંડનો

વિકલ્પ આપી રહ્યા છે જુલાઇ સુધી જમ્મુ-શ્રીનગર ફલાઇટોની 12 હજાર ટિકિટો બુક થઇ છે એરલાઇને 30

એપ્રિલ સુધી રિફંડ જાહેર કર્યુ છે જે આગામી જુલાઈ સુધીનું રિફંડ પાછું આપવાની માંગ કરી છે, જેથી

આર્થિક ફટકો પડે નહીં. કાશ્મીરમાં બુક થયેલી એડવાન્સ હોટેલોનું રિફંડને લઇ ઓપરેટરોએ ચિંતા વ્યક્ત

કરી છે. જેમાં કેટલીક હોટેલો સંમતિ દર્શાવી છે પરંતુ મોટાભાગની સ્થાનિક હોટેલો સાથે અમુક ટકા

કમિશન કાપી બાકીના પૈસા પરત કરવા મામલે વાટાઘાટો ચાલી રહી છે. 10થી 12 હજાર લોકોએ

કાશ્મીરની ટૂર કેન્સલ કરાવી હોવાથી કરોડોનું નુકસાન થવાની શક્યતા છે.

Tags: indiakashmir tour package cancelled
Previous Post

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લીધે હવાઈ સેવાઓને અસર

Next Post

સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમયાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમયાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો

સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમયાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો

VS હોસ્પિટલમાં દેવાંગ રાણાની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ ગાયબ

VS હોસ્પિટલમાં દેવાંગ રાણાની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ ગાયબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.