Wednesday, April 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતની પાકિસ્તાન પર વધુ એક વૉટર સ્ટ્રાઈક

તાલિબાન સાથે હાથ મિલાવીને પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન તરફથી આવતું પાણી રોકવાની પણ તૈયારી

dharmendravaghela by dharmendravaghela
2025-05-17 11:58:07
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં ભારતે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરીને પાકિસ્તાનમાં જતું પાણી અટકાવી દીધું છે. આટલું ઓછું હોય તેમ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં ભારે વિનાશ વેર્યો હતો. હવે ભારતે તાલિબાન સાથે હાથ મિલાવીને પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન તરફથી આવતું પાણી રોકવાની પણ તૈયારી હાથ ધરી છે. વિદેશ મંત્રી જયશંકરે તાલિબાનોના સત્તા પર આવ્યા પછી પહેલી વખત ગુરુવારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તાકી સાથે વાત કરી હતી.
ભારતના વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર મુત્તાકીએ ગુરુવારે સાંજે ફોન પર વાતચીત કરી હતી. અફઘાનિસ્તાને પહલગામમાં આતંકી હુમલાની આકરી ટીકા કરી હતી અને ઓપરેશન સિંદૂર મુદ્દે ભારતને સમર્થન આપ્યું હતું. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વિદાય બાદ તાલિબાનોએ સત્તા સંભાળ્યા પછી ભારતે પહેલી વખત સત્તાવાર રીતે તાલિબાનો સાથે ચર્ચા કરી હતી. ભારત અને તાલિબાનના વિદેશમંત્રી વચ્ચેની વાટાઘાટોથી પાકિસ્તાનમાં ‘ઓપરેશન સિંદૂર’ જેવો જ હોબાળો મચી ગયો.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રાજકીય સંવાદે પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યા પછી સિંધુ જળ સમજૂતીને અભેરાઈએ નાંખવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનને પરેશાન કરી દીધું છે. હવે અફઘાનિસ્તાન સાથે હાથ મિલાવીને ભારત પાકિસ્તાનમાં તેની પશ્ચિમી સરહદેથી આવતું પાણી પણ રોકવાની તૈયારી કરી રહ્યું છે.
સૂત્રો મુજબ જયશંકર અને મુત્તાકી વચ્ચે અફઘાનિસ્તાનમાં ભારતની મદદવાળા વિકાસ પ્રોજેક્ટને આગળ વધારવા સંમતિ થઈ છે, તેમાં લાલંદરનો શહતૂત બંધ પ્રોજેક્ટ પણ સામેલ છે, જે કાબૂલ નદી પર બનાવાશે. બંને દેશો વચ્ચે ફેબુ્રઆરી 2021 માં આ પ્રોજેક્ટ માટે સમજૂતી થઈ હતી, પરંતુ કાબુલમાં સત્તા બદલાઈ ગયા પછી આ પ્રોજેક્ટ પર બ્રેક વાગી ગઈ હતી. પહલગામ આતંકી હુમલા પછી ભારતીય રાજદ્વારીઓની એક ટીમ કાબુલ પ્રવાસે જતા આ પ્રોજેક્ટ ફરી શરૂ થવાનો ગણગણાટ થવા લાગ્યો હતો.
હકીકતમાં કાબુલ નદી પર બનનારા આ પ્રોજેક્ટથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને દેશના અન્ય ભાગમાં રહેતા અંદાજે 20 લાખ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહેશે. આ શહતૂત બંધ પ્રોજેક્ટ માટે ભારત 23.6 કરોડ ડોલરની નાણાકીય અને ટેક્નોલોજી સહાય પૂરી પાડશે. આ પ્રોજેક્ટ લગભગ ત્રણ વર્ષમાં પૂરો થશે અને તેનાથી અફઘાનિસ્તાનમાં 4000 હેક્ટર જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવાશે.
શહતૂત બંધ પ્રોજેક્ટથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી જશે. આ પ્રોજેક્ટના પગલે હિન્દુ કુશ પર્વતોમાંથી નીકળતી કાબુલ નદી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતમાં દાખલ થાય છે. જોકે, આ બાંધ બનતા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતમાં પાણીની અછત સર્જાશે. પહલગામમાં ૨૨ એપ્રિલે આતંકી હુમલા પછી ભારતીય રાજદૂતોએ ૨૯ એપ્રિલે અફઘાનિસ્તાનની મુલાકાત લીધી હતી અને આ પ્રોજેક્ટ ફરી શરૂ કરવા તૈયારી દર્શાવી હતી. અફઘાનિસ્તાને પણ પહલગામ આતંકી હુમલાની ટીકા કરી હતી અને ભારત સાથે વ્યૂહાત્મક હિતો સાથે તાલમેલ બેસાડવાના સંકેત આપ્યા છે.

Tags: india afghanistan water strikepakistan
Previous Post

દેશ અને સેના PM મોદીના ચરણોમાં નતમસ્તક છે

Next Post

સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય, કવિ-ગીતકાર ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદ-મુંબઇનું વન-વે એરફેર 42 હજાર રૂપિયાને પાર : અમદાવાદનું એરપોર્ટ પાર્કિંગ ‘હાઉસફૂલ’
તાજા સમાચાર

ભારતમાં વિમાની સેવાઓ સ્થગિત થવાનો ખતરો

April 29, 2026
રાહુલ ગાંધીએ વાયદાનો ખોલ્યો પટારો
તાજા સમાચાર

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ

April 29, 2026
તાજા સમાચાર

ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ઘટીને ૪.૧ ટકા : પાંચ માસના તળિયે

April 29, 2026
Next Post
સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય, કવિ-ગીતકાર ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત

સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય, કવિ-ગીતકાર ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત

Unveiling the Power of Dexscreener for Crypto Traders

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.