ગુજરાતમાં રોડ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ગઈ કાલે મોડી રાત્રે ખેડામાં પણ અકસ્માત
સર્જાયો હતો. ખેડામાં મોડી રાત્રે આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આઇસરમાં ભીષણ આગ
લાગી ગઈ હતી. આગમાં ડ્રાઈવરની જીવતો બળીને ભડથું થઈ ગયો હતો. ખેડા-ધોળકા રોડ પર ટ્રક અને
આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આગમાં આઇસરના ડ્રાઈવરનું
મોત થયું થતા શોકનો માહોલ છવાયો હતો.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, રખડતા ઢોરને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનું
સ્થાનિકોએ જણાવ્યું છે. આઇસરમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ સત્વરે ઘટના સ્થળ પર પહોંચી
ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે રાત્રે જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ખેડા ધોળકા હાઇવે પર
ગાંધીપુરા પાટીયા પાસે થયેલા અકસ્માતમાં બાદ આગ લાગતા આઇસર ચાલકનું કમ કમાટી ભર્યું મોત
થયું હતું. આઇસરમાં આગ લાગતા ડ્રાઇવરનું મોત આગમાં સળગી જવાથી થયું હતું.અકસ્માત અને
આગની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી દીધી હતી.
આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં આઇસર ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. અકસ્માત થતા
ઘટના સ્થળ પર સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. ખેડા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી આઇસરમાં
લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટસ ખસેડી વધુ
તાપસ હાથ ધરી દેવામાં આવી છે. અકસ્માત બાદ આગ લાગતા લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ
ગયો હતો.