દેશમાં ઇન્ટરનેટના વધેલા વ્યાપ સાથે સાયબર ક્રાઈમના કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં પણ
શેરબજારના માધ્યમથી ટૂંકા ગાળામાં વધુ નાણા કમાવવાની લાલચમાં લોકો છેતરાઈ રહ્યા છે. આવો જ
એક કિસ્સો ઉત્તરપ્રદેશના નોઈડામાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સાયબર ઠગોએ શેર બજારમાં 30 ટકા
નફાની લાલચ આપીને નિવૃત પ્રોફેસરને 2. 89 કરોડનો ચુનો લગાવ્યો છે. પોલીસે આ અંગે ફરિયાદ
નોંધીને તપાસ હાથ ધરી છે.
નોઈડાના સાયબર ક્રાઈમના નાયબ પોલીસ અધિક્ષક પ્રીતિ યાદવના જણાવ્યા અનુસાર સેક્ટર-36 માં
રહેનારા નિવૃત પ્રોફેસર રામકૃષ્ણ શિવપુરીએ પોલીસમાં ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું કે તેમને એક
એપ્રિલના રોજ વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. તેની બાદ એક કોલ પણ આવ્યો હતો. તેમજ ફોન
કરનારે પોતાનું નામ કીર્તિ શરાફ જણાવ્યું હતું અને તેણે કોલકાતા સ્થિત એબોટ વેલ્થ મેનેજમેન્ટ
કંપનીના ફંડ મેનેજર તરીકે ઓળખ આપી હતી.
આ અંગે નિવૃત પ્રોફેસર રામકૃષ્ણ શિવપુરીએ જણાવ્યું જે તેણે કહ્યું કે તેમની કંપની શેર બજારના રોકાણ
કરનારા લોકોને 24 કલાકમાં 25 થી 30 ટકા નફો આપે છે. તેની બાદ કંપની અંગે જણાવ્યું હતું અને
વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. તેની સાયબર ઠગોએ 21 વખતમાં અલગ અલગ ખાતાના
નાણા જમા કરાવ્યા હતા. જેમાં જયારે નાણા નીકાળવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમાં રકમ જમા કરવા
જણાવ્યું હતું. શરુઆતમાં કેટલી રકમ પરત આપવામાં આવી હતી. પરંતુ તેની બાદ વધુ નાણાની માંગ
કરવામાં આવી હતી. ત્યારે તેમને અનુભવ થયો કે તેમની સાથે છેતરપીંડી કરવામાં આવી છે.