Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, 130થી વધુને બચાવી લેવાયા

મંગળવારના ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે રાહત અને બચાવ કાર્યમાં પડી રહેલી મુશ્કેલી

dharmendravaghela by dharmendravaghela
2025-08-06 11:46:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાનાં ધારાલી ગામમાં વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ છે. પુર બાદ ભૂસ્ખલન થતા અનેક ઘર-હોટલો તણાયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. જયારે ધારાલી, સુખી અને હર્ષિલમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ 130થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. ભારે કીચડના પગલે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે.
આ વિસ્તારમાં વાદળ ફાટતા ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળતા વહીવટીતંત્ર કામે લાગ્યું છે. જોકે, ખરાબ હવામાનના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. ટીમો વાદળ ફાટવાની ઘટનામાં લાપતા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જયારે શબને શોધવા માટે શ્વાનની મદદ લેવામાં આવી રહી છે. જયારે અન્ય રાજયોની રેસ્ક્યુ ટીમ પણ ઉત્તરાખંડ પહોંચી છે. ઉત્તર કાશીમાં વાદળ ફાટવાની ઘટનામાં હર્ષિલનો આર્મી કેમ્પ પણ તબાહ થયો છે. હેલીપેડ ડૂબી ગયું છે. જયારે હરિદ્વાર -ભીમગૌડા ટનલ નજીક પહાડનો કાટમાળ પડતા રેલ્વે લાઇન બંધ થઈ છે. આ ઉપરાંત આજે પણ ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે હરિદ્વાર અને નૈનીતાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

PM નરેન્દ્ર મોદીએ કરી પુષ્કર ધામી સાથે વાતચીત
ધરાલીમાં મંગળવારે થયેલી આપત્તિ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને વર્તમાન પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન રાહત અને બચાવ કાર્ય વિશે માહિતી લેવામાં આવી. ધામીએ વડાપ્રધાનને જણાવ્યું કે, રાજ્ય સરકાર સંપૂર્ણ તૈયારી સાથે રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. સતત ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તમામ સંબંધિત એજન્સીઓ સંકલનમાં કામ કરી રહી છે જેથી અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી વહેલી તકે મદદ મળી શકે. વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.

ભારે વરસાદથી ભયંકર આફત
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે ભારે વરસાદ બાદ વાદળ ફાટવાથી ભયંકર આફત સર્જાઈ હતી. આ વિનાશમાં ધારાલી ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આખેઆખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. પાણીના પૂર વચ્ચે લોકોના બૂમોથી હૃદય હચમચી ગયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે પચાસથી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. આ દરમિયાન, સેનાનું બચાવ કાર્ય ચાલુ છે.

Tags: rescue operationsuttarkashi
Previous Post

ભારત જેવા મજબૂત સહયોગી સાથે સંબંધ ન બગાડો, અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીની ટ્રમ્પને સલાહ

Next Post

ભારતે યુએસના રશિયા સાથે વેપારના આંકડા આપતા ટ્રમ્પએ કહ્યું મને ખબર નથી? તપાસ કરીશ

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
ભારતે યુએસના રશિયા સાથે વેપારના આંકડા આપતા ટ્રમ્પએ કહ્યું મને ખબર નથી? તપાસ કરીશ

ભારતે યુએસના રશિયા સાથે વેપારના આંકડા આપતા ટ્રમ્પએ કહ્યું મને ખબર નથી? તપાસ કરીશ

એમપીના 100 હેક્ટર વિસ્તારમાંથી મળી આવ્યો સોનાનો ભંડાર

એમપીના 100 હેક્ટર વિસ્તારમાંથી મળી આવ્યો સોનાનો ભંડાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.