છેલ્લાં ત્રીસેક વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સાાથી દૂર રહી છે. તે જોતાં મોદી-શાહના હોમ સ્ટેટ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ હાઇકમાન્ડ સક્રિય બન્યુ છે. સંગઠનને તળિયા સ્તરે મજબૂત બનાવવા શિબિર યોજાઇ છે. ત્યારે નવનિયુક્ત જીલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.
હવે પ્રદેશના નેતાઓ કરતાં જીલ્લા પ્રમુખોને વધુ સાા આપવા નક્કી કરાયુ છે. હાઇકમાન્ડે પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવી ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને નવો ઓપ અપાઇ રહ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરે તે માટે અત્યારથી એડીચોટીનું જોર લગાવ્યુ છે. એવુ પણ નક્કી કરાયુ છેકે, ટોચના કેન્દ્રીય નેતાઓએ ચૂંટણી નજીક આવતાં ગુજરાતમાં અડિંગો જમાવશે.શુક્રવારે રાહુલ ગાંધી બપોરે એકાદ વાગે કેશોદ એરપોર્ટ આવી પહોચશે ત્યાથી તેઓ સીધા જૂનાગઢ જશે. જૂનાગઢમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખોનો 10 દિવસીય ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે. આ શિબિરમાં રાહુલ ગાંધી પક્ષને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય, વર્તમાન રાજકીય પરિસ્થિતીમાં લોકોના પ્રાણ પ્રશ્નો ઉજાગર કરી કેવી રીતે ઉકેલી શકાય તે માટે માર્ગદર્શન આપશે. જૂનાગઢમાં જીલ્લા પ્રમુખોની શિબિરમાં સંગઠનને તળિયાના સ્તરે મજબૂત કરવા વ્યૂહરચના ઘડાશે જૂનાગઢ તાલીમ શિબિરમાં ભાગ લઇ રાહુલ ગાંધી સાંજે પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે. ગુજરાત કોગ્રેસમાં નવા પ્રાણ ફુંકવા માટે રાહુલ ગાંધીએ ગુજરાતના આંટાફેરા વધાર્યાં છે.