પાકિસ્તાનમાં આતંકી ઘટનાઓ વધી રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પાકિસ્તાનના
દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં બે બોમ્બ બ્લાસ્ટની ઘટના પ્રકાશમાં આવી છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 8 લોકોનો
જીવ ગયો છે.જ્યારે 23થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. પાકિસ્તાની અધિકારીઓ દ્વારા
આ જાણકારી આપવામાં આવી છે. આતંકવાદી વિચારધારા હવે ખૂદ પાકિસ્તાન માટે જ હાનિકારક
સાબિત થઈ રહી છે.
પહેલો બ્લાસ્ટ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના તુર્બત જિલ્લામાં થયો હતો. અહીં એક આત્મઘાતી
હુમલાખોર સુરક્ષા કાફલા પર વાહન અથડાવ્યો અને બ્લાસ્ટ થયો હતો. જેમાં બે સુરક્ષા કર્મચારીઓ માર્યા
ગયા હતા અને 23 ઘાયલ થયા હતા.આ બ્લાસ્ટના થોડા જ કલાક પછી અફઘાન સરહદ નજીક
દક્ષિણ-પશ્ચિમ શહેર ચમનમાં કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં છ લોકો માર્યા ગયા છે.
મહત્વની વાત એ છે કે, આ બોમ્બ બ્લાસ્ટ કોણે કર્યો તેની હજી સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી
નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શંકા પાકિસ્તાની તાલિબાન અને બલૂચ અલગતાવાદીઓ પર થઈ રહી
છે. જેઓ ઘણીવાર પ્રાંતમાં સુરક્ષા દળો અને નાગરિકોને નિશાન બનાવતા હોય છે. જો કે, હજી સુધી
તેના કોઈ પુરાવા મળ્યાં નથી. આ બોમ્બ બ્લાસ્ટ શા કારણે કરવામાં આવ્યો?