Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ધમકીથી ડર્યા પુતિન, રશિયાએ ભારતમાં થતો ક્રૂડ સપ્લાય ઘટાડ્યો

19.5 લાખ બેરલ પ્રતિ દિન થતી સપ્લાય ઘટાડી 11.9 લાખ બેરલ કરાઈ

dharmendravaghela by dharmendravaghela
2025-11-04 11:59:16
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાએ 22 ઓક્ટોબરે રશિયાની તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધો લાદવાની

જાહેરાત કરી, જેના પગલે રશિયા દ્વારા ભારતમાં થતા ક્રૂડ સપ્લાયમાં ઘટાડાયો નોંધાયો છે. વૈશ્વિક

કોમોડિટી ડેટા મુજબ, 27 ઓક્ટોબરે પૂરા થતા સપ્તાહમાં રશિયાથી ભારતને ક્રૂડ ઓઇલની નિકાસ

સરેરાશ 11.9 લાખ બેરલ પ્રતિ દિન રહી, જે અગાઉના બે સપ્તાહની 19.5 લાખ બેરલ પ્રતિ દિનની

સરેરાશ કરતાં ઘણી ઓછી છે.
પ્રતિબંધોની સીધી અસર રશિયાની બે સૌથી મોટી કંપનીઓ – રોસનેફ્ટ અને લુકોઇલના પુરવઠા પર

થઈ. રોસનેફ્ટની ભારતને તેલની નિકાસ 27 ઓક્ટોબરના સપ્તાહમાં ઘટીને 8.1 લાખ બેરલ પ્રતિ દિન

થઈ, જે અગાઉના સપ્તાહે 14.1 લાખ બેરલ પ્રતિ દિન હતી, જ્યારે લુકોઇલ તરફથી આ સમયગાળામાં

કોઈ શિપમેન્ટ નોંધાયું નથી.
નિષ્ણાતો માને છે કે સુએઝ નહેરના માર્ગે લાગતા લગભગ એક મહિનાના સમયને કારણે આ ઘટાડો

અમેરિકાની 21 નવેમ્બરની અંતિમ તારીખને ધ્યાનમાં રાખીને અગાઉથી જ શિપમેન્ટ ઘટાડવાનું પરિણામ

છે અને ત્યાં સુધી અગાઉથી કોન્ટ્રાક્ટ થયેલ ડિલિવરી ચાલુ રહેશે.મીડિયા રિપોર્ટ મુજબ, અમેરિકી

પ્રતિબંધો બાદ ભારતીય રિફાઇનરીઓએ સાવચેતીના પગલાં લીધા છે. જેમાં એચપીસીએલ-મિત્તલ

એનર્જીએ રશિયન તેલની આયાત તાત્કાલિક ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. તેમજ ઇન્ડિયન

ઓઇલ કોર્પોરેશન (IOC)એ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું પાલન કરવાની વાત કરી, જોકે ભવિષ્યની

આયાત પર સીધું નિવેદન આપ્યું નથી. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) (ભારતની

લગભગ અડધી રશિયન તેલ આયાત સંભાળતી કંપની) એ સરકારી માર્ગદર્શિકા મુજબ અનુપાલન

કરવાની અને અસરનું મૂલ્યાંકન કરવાની વાત કરી. નિષ્ણાતોના મતે, ભારતીય કંપનીઓ અને બેન્કો

અમેરિકી સેકન્ડરી સેંક્શન્સના ડરથી રશિયા સાથેના જોખમી લેણદેણથી દૂર રહી રહ્યા છે. હાલમાં ભારતના

કુલ તેલ આયાતમાં રશિયન તેલનો હિસ્સો લગભગ 35% છે, પરંતુ અમેરિકાના આ પગલાં બાદ આ

ભાગીદારી ઘટવાની શક્યતા છે. પ્રતિબંધોની જાહેરાત પછી રિફાઇનરીઓએ નવેમ્બરની ડેડલાઇન પહેલા

ડિલિવરી ઝડપી કરી હતી.

Tags: indiatrump putin crude supply
Previous Post

ભારતીય મૂળના 22 વર્ષના બે અમેરિકન યુવાનો સ્વબળે અબજોપતિ બન્યા

Next Post

Кракен: Все о безопасном доступе в даркнет 2026

dharmendravaghela

dharmendravaghela

Related News

સોના-ચાંદીનો ભાવ વિક્રમી સ્તરે પહોંચતા જ્વેલર્સની ચિંતા વધી
તાજા સમાચાર

ગુજરાતમાં અખાત્રીજના દિવસે ૧૦૦ કિલો સોનાનું થયું વેચાણ

April 20, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ વાઘના કાયમી વસવાટ માટે કવાયત હાથ ધરવામાં આવી

April 20, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે કોંગ્રેસનો સરકારને સવાલ

April 20, 2026
Next Post

Кракен: Все о безопасном доступе в даркнет 2026

Tronscan: Navigating Your Way Through the TRON Ecosystem

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.