Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતનું ઇરાનને ખુલ્લું સમર્થન : નિંદા પ્રસ્તાવ નકાર્યો

માનવાધિકારના બહાને કોઈ પણ દેશની આંતરિક બાબતોમાં વિદેશી તપાસ કે હસ્તક્ષેપ સ્વીકારી શકાય નહીં : ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને માનવાધિકારના મુદ્દે પશ્ચિમી દેશો દ્વારા લાવવામાં આવેલા નિંદા પ્રસ્તાવનો ભારતે કર્યો વિરોધ

dharmendravaghela by dharmendravaghela
2026-01-24 12:58:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને માનવાધિકારના મુદ્દે પશ્ચિમી દેશો દ્વારા લાવવામાં આવેલા નિંદા પ્રસ્તાવનો ભારતે સખત વિરોધ કર્યો છે. ભારત આ વખતે પ્રસ્તાવથી દૂર નથી રહ્યું પરંતુ તેની વિરુદ્ધમાં વોટ આપીને અમેરિકા અને યુરોપિયન યુનિયનને ચોંકાવી દીધા છે.
આ મતદાન પ્રસ્તાવ સંખ્યા A/HRC/S-39/L.1 પર થયું હતું. જેનો હેતુ ઈરાનમાં ડિસેમ્બર 2025થી શરૂ થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો પર ઈરાન સરકારની કાર્યવાહીની નિંદા કરવાનો અને તેની આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવાનો હતો. યુએન હાઈ કમિશનર વોલ્કર તુર્કે આને ‘ક્રૂર દમન’ ગણાવી તપાસની માંગ કરી હતી.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 39મા વિશેષ સત્રમાં થયેલા આ મતદાનના પરિણામોએ વૈશ્વિક સ્તરે સ્પષ્ટ વિભાજન દર્શાવ્યું છે. જેમાં ફ્રાન્સ, જર્મની, જાપાન, યુકે, મેક્સિકો અને દક્ષિણ કોરિયા જેવા 25 પશ્ચિમી અને અન્ય દેશોએ પ્રસ્તાવની પક્ષમાં (YES) વોટ આપ્યો હતો. તેની સામે ભારત, ચીન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, ઇરાક, વિયેતનામ અને ક્યુબા સહિતના 07 દેશોએ પ્રસ્તાવનો સખત વિરોધ કરતા વિરોધમાં (NO) મતદાન કર્યું હતું. જ્યારે બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવા 14 દેશો આ પ્રક્રિયાથી અલિપ્ત રહીને તટસ્થ રહ્યા હતા.સામાન્ય રીતે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર આવા મુદ્દાઓ પર ‘તટસ્થ’ રહેવાની નીતિ અપનાવતું હોય છે, પરંતુ આ વખતે ઈરાનના મુદ્દે સીધો વિરોધ કરવા પાછળ ભારતની મજબૂત રણનીતિ રહેલી છે. ભારતે આ પગલા દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેની વિદેશ નીતિ સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને તે પશ્ચિમી દેશોના કોઈ પણ પ્રકારના દબાણ વગર પોતાના રાષ્ટ્રીય હિતોના આધારે નિર્ણય લેશે. ખાસ કરીને ઈરાન સાથેના ભારતના ઐતિહાસિક સંબંધો અને ‘ચાબહાર પોર્ટ’ જેવી વ્યૂહાત્મક પરિયોજનાઓ ભારત માટે અત્યંત મહત્ત્વની છે. ભારત અને ચીન જેવા દેશોનું માનવું છે કે માનવાધિકારના બહાને કોઈ પણ દેશની આંતરિક બાબતોમાં વિદેશી તપાસ કે હસ્તક્ષેપ સ્વીકારી શકાય નહીં. આ મતદાન દરમિયાન આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત, ચીન અને પાકિસ્તાન એક જ પક્ષમાં ઊભેલા જોવા મળ્યા હતા, જે વૈશ્વિક રાજકારણની એક અત્યંત દુર્લભ અને નોંધપાત્ર ઘટના માનવામાં આવે છે.

Tags: india suports iran
Previous Post

તેહરાન પરના કોઈપણ હુમલાને પૂર્ણ યુદ્ધ ગણવામાં આવશે : ઈરાન

Next Post

પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગમાં થયેલા આત્મઘાતી હુમલામાં પાંચ લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

March 13, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
Next Post
પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગમાં થયેલા આત્મઘાતી હુમલામાં પાંચ લોકોના મોત

પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગમાં થયેલા આત્મઘાતી હુમલામાં પાંચ લોકોના મોત

ભાવનગરના આંબાચોક વિસ્તારમાં ઇમામ હુસેનની જન્મજયંતીએ શરબત – પ્રસાદનું વિતરણ

ભાવનગરના આંબાચોક વિસ્તારમાં ઇમામ હુસેનની જન્મજયંતીએ શરબત - પ્રસાદનું વિતરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.