Wednesday, February 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગ્રીસમાં ચિઓસ ટાપુ પાસે કોસ્ટ ગાર્ડ અને સ્પીડબોટ વચ્ચે અકસ્માતમાં 14 લોકોના મોત

દુર્ઘટનામાં બે કોસ્ટગાર્ડ અધિકારીઓ સહિત ૨૪ ઇજાગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-02-04 11:56:15
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગ્રીસના પૂર્વી એજિયન સમુદ્રમાં આવેલા ચિઓસ ટાપુ પાસે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે

આવી છે. મધ્યરાત્રિના સમયે એક હાઈ-સ્પીડ બોટ અને ગ્રીક કોસ્ટ ગાર્ડના પેટ્રોલિંગ જહાજ વચ્ચે ભીષણ

ટક્કર થઈ હતી. આ અકસ્માતે માનવતાવાદી સંકટની સાથે સાથે દરિયાઈ મુસાફરીમાં રહેલા જોખમોને

ફરી એકવાર ઉજાગર કર્યા છે. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

ગ્રીક કોસ્ટ ગાર્ડ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી હતી કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14

લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે 24 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે

અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અથડામણમાં બે કોસ્ટ ગાર્ડ અધિકારીઓ

પણ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. બોટમાં કુલ કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ સંખ્યા હજુ

જાણી શકાઈ નથી, આ ઘટનામાં મોતની સંખ્યનો આંકડો વધાવની ભીતિ સેવાઈ રહી છે.

સ્થાનિક મીડિયાના ફૂટેજમાં જોવા મળ્યું છે કે બચાવકર્મીઓ ધાબળામાં લપેટાયેલા લોકોને એમ્બ્યુલન્સ

સુધી પહોંચાડી રહ્યા છે, જેમાં માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં ચાર પેટ્રોલિંગ

જહાજો, એક હેલિકોપ્ટર અને ડાઇવર્સની ટીમ સતત શોધખોળ કરી રહી છે. કોસ્ટ ગાર્ડ દ્વારા હજુ સુધી

અકસ્માત પાછળનું સચોટ કારણ કે મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તપાસ તેજ કરી

દેવામાં આવી છે.

ગ્રીસ લાંબા સમયથી એશિયા અને આફ્રિકાના દેશોમાંથી આવતા શરણાર્થીઓ માટે યુરોપિયન યુનિયન

(EU) માં પ્રવેશવાનું પ્રવેશદ્વાર રહ્યું છે. ખાસ કરીને યુદ્ધ અને ગરીબીથી પીડાતા લોકો વધુ સારી

જિંદગીની શોધમાં આ ખતરનાક દરિયાઈ માર્ગ પસંદ કરે છે. દરિયાઈ મોજાઓની તેજ ગતિ અને સુરક્ષા

વ્યવસ્થાના અભાવે આ માર્ગ પર અવારનવાર જીવલેણ અકસ્માતો થતા રહે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે

ચિંતાનો વિષય બન્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રીસ સહિત યુરોપના અનેક દેશોએ માઈગ્રેશન (સ્થળાંતર) અંગેના કાયદા અત્યંત

કડક બનાવ્યા છે. ગેરકાયદેસર પ્રવેશ રોકવા માટે ડિપોર્ટેશનની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે

અને અટકાયત કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી છે. યુરોપિયન દેશોમાં દક્ષિણપંથી પક્ષોના પ્રભાવને

કારણે શરણાર્થીઓ માટે આશ્રય મેળવવો હવે પહેલા કરતા ઘણો મુશ્કેલ બની ગયો છે, છતાં જીવના

જોખમે આ મુસાફરી ચાલુ જ છે.

Tags: greecespeed boat accident
Previous Post

અમેરિકા સાથે વેપાર સમજૂતી છતાં ભારત અન્ય દેશો પાસેથી સસ્તું તેલ ખરીદવાનું શરૂ રાખશે

Next Post

ChatGPTનું સર્વર ડાઉન થતા અડધી દુનિયા થઈ ઠપ

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

લીબિયાના સરમુખત્યાર કર્નલ ગદ્દાફીના પુત્ર સૈફ અલ ઇસ્લામની ગોળી મારી હત્યા

February 4, 2026
તાજા સમાચાર

ઓનલાઈન ગેમિંગના વ્યસનને કારણે ત્રણ સગીર બહેનોનો નવમા માળેથી કૂદી આપઘાત

February 4, 2026
આંતરરાષ્ટ્રીય

ChatGPTનું સર્વર ડાઉન થતા અડધી દુનિયા થઈ ઠપ

February 4, 2026
Next Post

ChatGPTનું સર્વર ડાઉન થતા અડધી દુનિયા થઈ ઠપ

ઓનલાઈન ગેમિંગના વ્યસનને કારણે ત્રણ સગીર બહેનોનો નવમા માળેથી કૂદી આપઘાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.