Thursday, February 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

દક્ષિણ ફિલિપિન્સના ટાપુ ઉપર ભીષણ આગ : એક હજાર ઘર ભસ્મીભૂત

નાનકડા ટાપુમાં લાગેલી આગથી વિસ્તારની સમગ્ર વસતી તબાહ થઈ ગઈ

dharmendravaghela by dharmendravaghela
2026-02-05 11:59:12
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દક્ષિણ ફિલીપીન્સના બોંગાઓ સ્થિત એક નાના ટાપુ પર મંગળવારે રાત્રે લાગેલી ભીષણ આગે આખી વસ્તીને તબાહ કરી દીધી છે. આગની જ્વાળાઓએ અંદાજે ૧૦૦૦ જેટલા ઘરોને પોતાની ઝપેટમાં લઈ લીધા અને ૫૦૦૦ લોકોને બેઘર કરી દીધા. આ આગ એટલી ભયાનક હતી કે લગભગ ચાર કલાક સુધી સતત સળગતી રહી અને તેજ પવનોએ તેને વધુ ભયાવહ બનાવી દીધી.
સમાચાર એજન્સીઓ પ્રસિદ્ધ કરેલા અહેવાલ અનુસાર આગ ‘બારાંગાય લામિયન’ નામના વિસ્તારમાં શરૂ થઈ હતી. આ વિસ્તાર એક નાના ટાપુ પર વસેલો છે. જ્યાં ઘરો પાણીની ઉપર લાકડાના થાંભલાઓ પર બનેલા હોય છે. મોટાભાગના ઘરો લાકડું, વાંસ અને નારિયેળના પાંદડા જેવી હળવી સામગ્રીથી બનેલા હતા. ઘરો એકબીજાની અત્યંત નજીક હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી.
આ ભયાનક આગમાં ૧૦૦૦ થી વધારે ઘર બળીને ખાખ થયા હતા. આ ઉપરાંત આગને કારણે આખી વસ્તી લગભગ ખાલી થઈ ગઈ છે. અસરગ્રસ્ત લોકો અત્યારે ખુલ્લા આકાશ નીચે અથવા કામચલાઉ આશ્રયસ્થાનોમાં રહેવા મજબૂર છે.અસરગ્રસ્તોનો પ્રાથમિક આંકડો જ પાંચ હજાર કરતા વધારે લોકોનો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રાત્રિના અંધકારમાં વિશાળ જ્વાળાઓ અને કાળો ધુમાડો જોઈ શકાય છે. જ્વાળાઓ એટલી ઊંચી હતી કે દૂરથી પણ આખો વિસ્તાર સળગતો દેખાતો હતો.
આ પ્રકારના ટાપુઓ પર વસેલી વસ્તીઓ મોટાભાગે ગરીબ સમુદાયોની હોય છે. ઘરો પાણી પર થાંભલાઓ પર હોવાને કારણે ફાયર બ્રિગેડની ગાડીઓ સરળતાથી પહોંચી શકતી નથી. જ્વલનશીલ સામગ્રી અને ગીચતાને કારણે આગને મોકળું મેદાન મળે અને ફાયરવિભાગ અંદર સુધી જઇ શકતો નથી. તેજ પવનોએ આગને ફેલાવામાં મદદરૂપ સાબિત થયા હતા.
અધિકારીઓએ હજુ સુધી આગ લાગવાના ચોક્કસ કારણનો ખુલાસો કર્યો નથી, હાલ તપાસ ચાલી રહી છે. સામાન્ય રીતે શોર્ટ સર્કિટ અથવા ગેસ લીકેજને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. સ્થાનિક સરકાર અને રાહત એજન્સીઓ અત્યારે અસરગ્રસ્ત પરિવારોને ખોરાક, પાણી, કપડાં અને કામચલાઉ રહેઠાણ પૂરી પાડી રહી છે. હજારો લોકોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હોવાથી તેમના પુનર્વસનમાં લાંબો સમય લાગશે.

Tags: island firesouth philippines
Previous Post

અમેરિકા અને રશિયા વચ્ચે થયેલ ન્યૂ સ્ટાર્ટ સંધિની અવધિ સમાપ્ત : પરમાણુ શાસ્ત્રોની હોડ વધશે

Next Post

સાણંદમાં ચાલતી દારૂ અને હુક્કા પાર્ટીમાં પોલીસ ત્રાટકી : મહિલા સહિત ૮૦ ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

સાણંદમાં ચાલતી દારૂ અને હુક્કા પાર્ટીમાં પોલીસ ત્રાટકી : મહિલા સહિત ૮૦ ઝડપાયા

February 5, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને રશિયા વચ્ચે થયેલ ન્યૂ સ્ટાર્ટ સંધિની અવધિ સમાપ્ત : પરમાણુ શાસ્ત્રોની હોડ વધશે

February 5, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post

સાણંદમાં ચાલતી દારૂ અને હુક્કા પાર્ટીમાં પોલીસ ત્રાટકી : મહિલા સહિત ૮૦ ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.