Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લદાખમાં નિર્માણ થશે દુનિયાની સૌથી ઊંચી ટનલ

ભારતની સરહદોને અભેદ બનાવવા માટે કવાયત : યોજનાથી ભારતીય સેનાને થશે ફાયદો

dharmendravaghela by dharmendravaghela
2026-02-28 11:40:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારત સરકાર હવે ચીન અને પાકિસ્તાન સાથેની સરહદોને વધુ સુરક્ષિત અને અભેદ્ય બનાવવા માટે વ્યૂહાત્મક ટનલનું મોટું જાળ બિછાવવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરથી લઈને પૂર્વોત્તર રાજ્યો સુધી બનનારી આ ટનલ માત્ર સેનાની તાકાત જ નહીં વધારે, પરંતુ હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં દરેક સિઝનમાં કનેક્ટિવિટી પણ પૂરી પાડશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે આવી છ મોટી ટનલ પરિયોજનાઓના રિપોર્ટને ફાસ્ટ ટ્રેક પર લાવવા નિર્દેશ આપ્યા છે.

આ પ્રોજેક્ટમાં સૌથી મહત્ત્વની બાબત લદ્દાખમાં બનનારી 4.1 કિલોમીટર લાંબી ‘શિંકુ લા’ ટનલ છે. 15,800 ફૂટની ઊંચાઈ પર બનનારી આ ટનલ વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે. આ ટનલના નિર્માણથી લદ્દાખને નિમ્મુ-પદમ-દારચા માર્ગ દ્વારા ત્રીજો વૈકલ્પિક ‘ઓલ-વેધર રૂટ’ મળશે. બોર્ડરથી સુરક્ષિત અંતરે હોવાને કારણે વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ માર્ગ અત્યંત સંવેદનશીલ અને સુરક્ષિત માનવામાં આવે છે. આ વર્ષના મધ્ય સુધીમાં તેનું પ્રારંભિક કામ શરૂ કરવાનું લક્ષ્ય છે.

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં બનનારી ટનલ ભારતીય સેના માટે ‘ગેમ-ચેન્જર’ સાબિત થશે. તેનાથી ભારે તોપખાના અને મિસાઈલ સિસ્ટમને સેટેલાઈટની નજરથી બચાવીને સીધી LAC(લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) સુધી પહોંચાડી શકાશે. મણિપુરમાં મોરહે-થુઈબુલ ટનલ દક્ષિણ-પૂર્વ એશિયા સાથેના વેપારને નવી ગતિ આપશે. આ ઉપરાંત, મંત્રાલય મહારાષ્ટ્ર અને કેરળમાં પણ મોટી ટનલનું નિર્માણ કરી રહ્યું છે. કેરળના વાયનાડ અને મલપ્પુરમ વચ્ચે પર્યાવરણને અનુકૂળ એવી ‘ઈકો-સેન્સિટિવ’ ટનલ બનાવવામાં આવશે, જેથી હાથીઓના કોરિડોરને કોઈ નુકસાન ન પહોંચે.

જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગને કિશ્તવાડ સાથે જોડવા માટે ‘સિન્થન ટોપ’ ટ્વિન ટનલનો પ્લાન અંતિમ તબક્કામાં છે. અંદાજે 10-12 કિલોમીટર લાંબી આ ટનલ શિયાળામાં ભારે હિમવર્ષા દરમિયાન પણ જમ્મુ અને કાશ્મીર ખીણ વચ્ચે સુરક્ષિત સંપર્ક જાળવી રાખશે. હાલમાં શિયાળામાં સિન્થન ટોપ પાસ બંધ થઈ જતો હોવાથી આ ટનલ ત્યાંના લોકો અને સેના માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સરકારના આ આક્રમક અભિગમથી ભારતની રક્ષણાત્મક અને આર્થિક સ્થિતિ બંને મજબૂત થશે.

Tags: indialadakhtunnel
Previous Post

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

Next Post

હાથબ ગ્રામ પંચાયત કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર રૂ।.૭૦ની લાંચ લેતા ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post

હાથબ ગ્રામ પંચાયત કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર રૂ।.૭૦ની લાંચ લેતા ઝડપાયો

પ્રેમ પ્રકરણ મામલે માલણકા ગામના યુવાનની હત્યા અંગે ત્રણ શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.