Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. ૬૦ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ૧૧૫ વધ્યા

ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ ઈરાને હોર્મુઝ ખાડીના રસ્તે આયાત થતા એલએનજીનો પૂરવઠો પ્રભાવિત થતા ભાવમાં વધારો

dharmendravaghela by dharmendravaghela
2026-03-07 11:44:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે હવે ભારતમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દેશભરમાં 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ 115 રૂપિયાનો વધારો થયો છે. જેનાથી હોટલ, રેસ્ટોરન્ટ અને નાના કારોબારીઓ પર અસર પડશે. સૂત્રો અનુસાર નવા દરો 7 માર્ચથી જ અમલી થઈ ગયા છે.

ઈરાને હોર્મુઝ ખાડી બંધ કરી છે. જેના કારણે ત્યાંથી આયાત થતા તરલ પદાર્થોની કિંમતમાં વધારો થયો છે. તેથી ભારતમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 853 રૂપિયાથી વધીને 913 રૂપિયા થઈ ગઈ છે.

ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ ઈરાને હોર્મુઝ ખાડીના રસ્તે આયાત થતા એલએનજીનો પૂરવઠો પ્રભાવિત થયો છે. જેના કારણે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. હોર્મુઝમાંથી એલએનજીનો પુરવઠો 28 ફેબ્રુઆરીથી રોકાઈ ગયો છે. તેનાથી આશરે 20 ટકા વૈશ્વિક એલએનજી પુરવઠો અસ્થાયી રીતે પ્રભાવિત થયો છે. જેના કારણે એશિયન આયાત બજારોમાં ચિંતા વધી ગઈ છે. ભારતના એલએનજી પુરવઠાનો મોટો હિસ્સો કતાર અને યુએઈથી હોર્મુઝ ખાડીના રસ્તે આવે છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ એપ્રિલ 2025થી સ્થિર હતા. દિલ્હીમાં ઘરેલું રાંધણ ગેસના ભાવનો દર 853 રૂપિયા હતો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરીએ ગઈકાલે કહ્યું હતું કે કે દેશમાં ઊર્જાની કોઈ અછત નથી અને ગ્રાહકોએ સપ્લાયમાં વિક્ષેપ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે, અમારી પ્રાથમિકતા આપણા નાગરિકો માટે સસ્તું અને ટકાઉ ઈંધણ ઉપલબ્ધ કરાવવાની છે અને અમે તે ખૂબ જ સારી રીતે કરી રહ્યા છીએ. ભારતમાં ઊર્જાની કોઈ અછત નથી અને અમારા ઊર્જા ગ્રાહકો માટે ચિંતાનું કોઈ કારણ નથી. દરમિયાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એ અહેવાલોને નિરાધાર ગણાવીને ફગાવી દીધા હતા, જેમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાનું સૂચવવામાં આવ્યું હતું.

કંપનીએ એક્સ પર એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતમાં ઈંધણનો પૂરતો સ્ટોક છે અને સપ્લાય તથા વિતરણ નેટવર્ક સામાન્ય રીતે કાર્ય કરી રહ્યું છે. ઇન્ડિયન ઓઇલ સમગ્ર દેશમાં અવિરત ઈંધણ પુરવઠો જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. નાગરિકોને વિનંતી છે કે તેઓ ગભરાય નહીં અને પેટ્રોલ પંપ પર ભીડ ન કરે તથા સચોટ માહિતી માટે માત્ર સત્તાવાર સ્ત્રોતો પર જ ભરોસો રાખે.

Tags: indialpg gas price
Previous Post

મફતની રેવડીથી મહિલા મતદારોને આકર્ષવાનો રાજકીય પક્ષોનો ખેલ

Next Post

સુરતના ડિંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતી મૃત હાલતે મળી આવતા ચકચાર

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
ગેસ ગળતરથી બનાસકાંઠામાં 3 શ્રમિકોના મોત

સુરતના ડિંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતી મૃત હાલતે મળી આવતા ચકચાર

અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના નાગરિક વિસ્તારોને નિશાન બનાવી નરસંહાર કર્યો હોવાનો આક્ષેપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.