Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનની હોસ્પિટલ ઉપર પાકિસ્તાનનો બોમ્બમારો

પાકિસ્તાને હોસ્પિટલ અને રહેણાંકી વિસ્તારમાં કરેલા હૂમલામાં ૪૦૦ લોકોના મોતનો અફઘાનિસ્તાનનો દાવો : લશ્કરી અને આંતકી મથકો ઉપર હુમલો કર્યો હોવાનો પાકિસ્તાનનો વળતો દાવો

dharmendravaghela by dharmendravaghela
2026-03-17 11:51:32
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન

વારંવાર અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા કરી રહ્યું છે. એવામાં હવે અફઘાનિસ્તાનનો દાવો છે કે,

પાકિસ્તાને કાબુલમાં એક હોસ્પિટલ સહિત રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના આ

હુમલામાં 400 લોકોના મોત થયા છે. જ્યારે 250થી વધુ ઈજાગ્રસ્ત છે.

અફઘાનિસ્તાનના આરોગ્ય વિભાગના પ્રવક્તા શરાફત ઝમાને જણાવ્યું કે, કાબુલમાં નશામુક્તિ કેન્દ્ર

તરીકે ઉપયોગમાં લેવાતી એક હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં અનેક નિર્દોષોના

જીવ ગયા છે. જોકે બીજી તરફ પાકિસ્તાનનો દાવો જુદો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના

પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ અફઘાનિસ્તાનના આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.

પાકિસ્તાને કહ્યું છે કે હુમલા અત્યંત સચોટ હતા અને માત્ર સૈન્ય ઠેકાણાઓ તથા ‘આતંકવાદી’

ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જ નિશાન બનાવવામાં આવ્યા હતા, કોઈ પણ એવી જગ્યાને ટાર્ગેટ કરવામાં આવી નથી

જ્યાં સામાન્ય લોકો રહેતા હોય. પાકિસ્તાન એવો આરોપ લગાવતું રહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં હાજર

અલગ-અલગ ઉગ્રવાદી સંગઠનો તેના દેશમાં હુમલા કરે છે. બીજી બાજુ, તાલિબાન સરકાર આ

આરોપોનો ઈનકાર કરતી આવી છે. જે બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે દરરોજ સૈન્ય સંઘર્ષ

થઈ રહ્યો છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ કડક

કાર્યવાહી કરવા આગ્રહ કર્યો છે જેથી વિસ્તારમાં સ્થિરતા જળવાઈ રહે. ફેબ્રુઆરીના અંતથી બંને દેશો

વચ્ચે હુમલા તેજ થયા છે અને આ અથડામણ હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂકી છે.

અફઘાનના ક્રિકેટરોએ હુમલાની નિંદા કરી
અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ નબીએ પાકિસ્તાન તરફથી કાબુલ પર થયેલા હુમલા

અંગે ચિંતા વ્યક્ત કરી છે. નબીએ કહ્યું છે, કે માતાઓ પોતાના પુત્રોના નામ પોકારતી હતી, તેમની રાહ

જોતી રહી. રમઝાનની 28મી રાત્રે તેમની જિંદગીઓ અધૂરી રહી ગઈ. રાશિદ ખાને પણ પાકિસ્તાનની

નિંદા કરી છે અને નાગરિકોના મોત અંગે ચિંતા વ્યક્ત કરી છે. રાશિદ ખાને કહ્યું કે રહેણાંક વિસ્તારો,

શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને નિશાન બનાવવું એ ‘વોર ક્રાઈમ’ છે. તેમણે આગળ કહ્યું, રમઝાનના

પવિત્ર મહિનામાં લોકોના કિંમતી જીવનનું અપમાન કરવું એ દિલ તોડી નાખનારું કામ છે. આવા ગુનાઓ

માત્ર લોકો વચ્ચે વિભાજન અને નફરતને પ્રોત્સાહન આપે છે.

Tags: 400 diekabulpakistan attack afghan hospital
Previous Post

જસવંતપુરામાં હુમલો અને લૂંટમાં ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીની SPએ મુલાકાત લીધી

Next Post

હોર્મુઝની ખાડીમાં ફસાયા ટ્રમ્પ, યુદ્ધમાં અમેરિકા એકલું પડ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો હવે ક્યુબા ઉપર કબજો કરવાનો સંકેત

March 17, 2026
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં અહમદિયા સમુદાય અને લાચાર અફઘાન લોકો પર વ્યાપક અત્યાચાર

March 17, 2026
તાજા સમાચાર

અમેરિકા હિન્દુ મંદિરો પર થતા હુમલા પર ધ્યાન કેન્દ્રિત કરે

March 17, 2026
Next Post

હોર્મુઝની ખાડીમાં ફસાયા ટ્રમ્પ, યુદ્ધમાં અમેરિકા એકલું પડ્યું

ઈરાને મોઝેક ફોર્મ્યુલા અપનાવી અમેરિકા અને ઈઝરાયેલને હંફાવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.