Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

ઉત્તર પ્રદેશમાં રામકૃષ્ણ મિશન સેવાશ્રમના નંદ કિશોર સોમાણી ઓન્કોલોજી બ્લોકના ઉદ્ઘાટન પ્રસંગમાં રાષ્ટ્રપતિએ સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવા લોકોને કરી અપીલ

dharmendravaghela by dharmendravaghela
2026-03-21 11:54:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આત્મનિર્ભર ભારત ત્યારે જ શક્ય છે જ્યારે તેના નાગરિકો નિરોગી હોય, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું. મુર્મુ ઉત્તર પ્રદેશમાં રામકૃષ્ણ મિશન સેવાશ્રમના નંદ કિશોર સોમાણી ઓન્કોલોજી બ્લોકના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા.

મુર્મુએ જણાવ્યું કે એક મજબૂત અને આત્મનિર્ભર ભારત ત્યારે જ શક્ય છે જ્યારે નાગરિકો નિરોગી હોય. તેમણે વધુમાં કહ્યું કે આજે કેન્સર સૌથી ગંભીર સ્વાસ્થ્ય પડકારો પૈકીનો એક છે. સમયસર નિદાન અને ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર દર્દીના જીવનને બચાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. પરંતુ કેટલાક પરિવારો માટે તેમની નાણાકીય પરિસ્થિતિને કારણે આ રોગની સારવાર અશક્ય હોય એવું લાગે છે.

ઉત્તર પ્રદેશના ત્રણ દિવસના પ્રવાસે રહેલા મુર્મુએ જણાવ્યું કે જાગૃતિ અભિયાન અને સમયસર તપાસ સુવિધાઓ દ્વારા કેન્સરની રોકથામ અને સારવાર પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ભારત તેના આરોગ્યસંભાળ માળખાને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. તેમજ કેન્દ્ર સરકાર આયુષ્યમાન ભારત જેવી ઐતિહાસિક યોજનાઓ સાથે તેને વધુ મજબૂત બનાવવા માટે પગલાં લઇ રહી છે.

મુર્મુએ જણાવ્યું કે કેન્સરની સારવાર પણ આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવે છે. જેનો લાભ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને મળે છે. તેમણે કહ્યું કે દેશભરમાં નવી એઇમ્સ અને મેડિકલ કોલેજોની સ્થાપના થઇ રહી હોવાથી ગ્રામીણ અને દૂરવર્તી વિસ્તારોમાં રહેતા લોકો માટે આરોગ્યસંભાળ વધુ સુલભ બની રહી છે.

તેમણે ટેલીમેડિસિન અને ઈ-હેલ્થ સેવાઓની પણ પ્રશંસા કરી હતી, જે ઘરે બેઠા નિષ્ણાંત ડોક્ટરો સાથે પરામર્શ કરવાની સુવિધા આપે છે. રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે રામકૃષ્ણ મિશને એ સાબિત કર્યું છે કે આધુનિક વિજ્ઞાન અને માનવીય કરુણાનું મિશ્રણ માનવતાના કલ્યાણ માટે અસાધારણ કાર્ય કરી શકે છે.

Tags: Draupadi Murmumathuraup
Previous Post

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

Next Post

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
તાજા સમાચાર

હોર્મુઝની ખાડીમાં ભારતના હજુ ૨૨ ઓઈલ ટેન્કરો ફસાયા

March 21, 2026
Next Post
પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.