Wednesday, April 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત – પાકિસ્તાન વચ્ચે પરમાણુ સુવિધાઓ પર હુમલો ન કરવાની પરસ્પર ગેરંટીનો એક મજબૂત ઇતિહાસ

રશિયામાં પાકિસ્તાની રાજદૂતના નિવેદને જગાવી ચર્ચા

dharmendravaghela by dharmendravaghela
2026-04-15 12:02:30
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયામાં પાકિસ્તાનના રાજદૂત ફૈઝલ નિયાઝ તિરમિઝીના એક તાજેતરના નિવેદને રાજદ્વારી આલમમાં

ચર્ચા જગાવી છે. એક ખાનગી ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે ભારત અને પાકિસ્તાન બંનેના

પરમાણુ સુરક્ષા રેકોર્ડની પ્રશંસા કરી છે. આ સાથે જ તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષનો ઉલ્લેખ કરી

પરમાણુ મથકો પર હુમલો ન કરવાની હિમાયત કરી છે.

રાજદૂત તિરમિઝીએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સુવિધાઓ પર હુમલો ન

કરવાની પરસ્પર ગેરંટીનો એક મજબૂત ઇતિહાસ રહ્યો છે. તેમણે દાવો કર્યો કે, બંને દેશોએ એકબીજાને

ખાતરી આપી છે કે કોઈ પણ સંજોગોમાં એકબીજાના પરમાણુ પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવશે

નહીં. વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં આ પ્રકારની ગેરંટી ખૂબ જ મહત્વની છે.
પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે વાત કરતા તિરમિઝીએ કહ્યું કે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં

અમે જોયું કે બુશેહર પર હુમલો થયો. જો પરમાણુ પ્લાન્ટ પર સીધો હુમલો થયો હોત, તો તેના

પરિણામો માત્ર ઈરાન જ નહીં પરંતુ પાકિસ્તાન અને સમગ્ર ખાડી દેશો માટે ગંભીર હોત. તેમણે આશા

વ્યક્ત કરી કે, ઇઝરાયલ આ ઘટના પરથી બોધપાઠ લેશે અને પરમાણુ પ્લાન્ટ્સ હંમેશા સુરક્ષિત રહેવા

જોઈએ.
પાકિસ્તાન હવે બ્રિક્સ (BRICS) સંગઠનનો હિસ્સો બનવા માટે ઉત્સુક છે. તિરમિઝીએ સ્વીકાર્યું કે,

રશિયાના ભારત સાથે ગાઢ સંબંધો છે અને રશિયા ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવામાં એક

નિષ્પક્ષ મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી શકે છે. તેમણે ઉમેર્યું કે, પાકિસ્તાન પહેલેથી જ SCO (શાંઘાઈ

કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) માં ભારત સાથે ભાગીદાર છે અને હવે બ્રિક્સમાં પણ જોડાવા માંગે છે.
મે 2025ના ભારત-પાકિસ્તાન સંઘર્ષને રોકવામાં ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા અંગેના પ્રશ્ન પર રાજદૂતે કહ્યું

કે, ટ્રમ્પે તણાવ ઘટાડવામાં મદદ કરી હતી. જોકે, ભારતે આ દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ભારતનું

વલણ સ્પષ્ટ છે કે, પાકિસ્તાનની વિનંતી બાદ બંને દેશોના DGMO સ્તરની વાટાઘાટો પછી જ

સીઝફાયર (સંઘર્ષવિરામ) પર સહમતિ બની હતી, જેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નહોતી.

 

Tags: india pakistan nucelear placeno attackrussia
Previous Post

પંજાબમાં યાત્રાળુઓને લઈને જતી બસ પલટી ખાઈ જતા ૬ લોકોના મોત

Next Post

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશી અને રોહિંગ્યાને મલેશિયા લઈ જતી હોડી આંદામાન સમુદ્રમાં ડૂબી

April 15, 2026
અમદાવાદમાં ED ઇડી દ્વારા રેડ
તાજા સમાચાર

આમ આદમી પાર્ટીના સાંસદ અશોક મિત્તલ અને પુત્રના નિવાસે ઇડીના દરોડા

April 15, 2026
લંડનમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
તાજા સમાચાર

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

April 15, 2026
Next Post
લંડનમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

અમદાવાદમાં ED ઇડી દ્વારા રેડ

આમ આદમી પાર્ટીના સાંસદ અશોક મિત્તલ અને પુત્રના નિવાસે ઇડીના દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.