સુપ્રીમ કોર્ટમાં આજે ઘણા મહત્વના મુદ્દાઓ પર સુનાવણી થવાની છે. જેમાં પેગાસસ જાસૂસી કેસની સુનાવણી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સાથે આજે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિવિધ જોગવાઈઓને યથાવત રાખવાના નિર્ણય સામેની રિવ્યુ પિટિશન પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. આ અરજી પર ગુરુવારે એટલે કે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.
મહત્વનું છે કે, કોર્ટ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમની સમીક્ષા અરજી પર 25 ઓગસ્ટે એટલે કે આજે સુનાવણી કરશે. CJI NV રમન, જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેંચ આ મામલાની સુનાવણી કરવા સંમત થઈ હતી. કાર્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને 27 જુલાઈના EDની સત્તાને જાળવી રાખવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી હતી.
અગાઉ સુપ્રીમ કોર્ટે પીએમએલએ એક્ટમાં EDને ધરપકડ, દરોડા, સમન્સ, નિવેદન સહિતની તમામ સત્તાઓને યથાવત રાખી હતી. કોર્ટે કહ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR)ને FIR સાથે જોડી શકાય નહીં. ઈસીઆઈઆરની નકલ આરોપીને આપવી જરૂરી નથી. ધરપકડ દરમ્યાનકારણો જાહેર કરવા માટે તે પૂરતું છે. કોર્ટે કહ્યું હતું કે, ED સમક્ષ આપવામાં આવેલ નિવેદન જ એકમાત્ર પુરાવા છે.
સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી કેસની તપાસ કરી રહેલી ટેકનિકલ સમિતિને 4 અઠવાડિયાનો સમય આપીને મે મહિનામાં અંતિમ રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ રમના, જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીની બેંચ કરી રહી છે. ફોન હેક કરીને ભારતના રાજકારણીઓ, પત્રકારો અને સામાજિક કાર્યકરોની જાસૂસી કરનારા પેગાસસ જાસૂસી કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ મામલામાં મે મહિનામાં સુપ્રીમ કોર્ટે મામલાની તપાસ કરી રહેલી ટેકનિકલ કમિટીને 4 અઠવાડિયાનો સમય આપ્યો હતો.
બિલકિસ બાનો કેસના દોષિતોની મુક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ ગુરુવારે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ અજય રસ્તોગી અને વિક્રમ નાથની બેન્ચ આની સુનાવણી કરશે. સામાજિક કાર્યકર્તા સુભાશિની અલી, રોકપી વર્મા અને પત્રકાર રેવતી લાલે આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે. જણાવી દઈએ કે, આ 11 દોષિતો બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના આરોપમાં 15 વર્ષથી જેલમાં હતા, પરંતુ ગુજરાત સરકારે રાજ્યમાં લાગુ કરવામાં આવેલી મુક્તિની નીતિ મુજબ 15 ઓગસ્ટના રોજ દોષિતોને મુક્ત કર્યા હતા