Sunday, December 10, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘પબજી ને બના દી જોડી’,

ઓનલાઇન ગેમ રમતા થયો પ્રેમ, ઉત્તરાખંડની યુવતીએ મધ્યપ્રદેશના યુવક સાથે કરી લીધા લગ્ન

aaspassdaily by aaspassdaily
2022-08-25 10:32:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓનલાઇન ગેમના ચક્કરમાં બ્લેકમેલિંગ અને આપઘાત જેવી ઘટના વિશે સમાચાર હશે પરંતુ મધ્ય પ્રદેશના રાયસેનમાં સંભવતઃ પ્રથમ મામલો આવ્યો છે જેમાં પબજીએ કોઈનું ઘર વસાવ્યું હોય. ઓનલાઇન ગેમ રમતા યુક અને યુવતી એકબીજાના સંપર્કમાં આવ્યા. બંને વચ્ચે પ્રેમ થયો અને તેણે લગ્ન કરી લીધા. તેના લગ્નને હવે એક મહિનો થઈ ગયો છે અને બંને ખુશીથી રહે છે.
રાયસેન જિલ્લાના એક યુવકને ઉત્તરાખંડના નૈનીતાલની એક યુવતી સાથે ઓનલાઇન ગેમ પબજી રમતા પ્રેમ થઈ ગયો. આખરે બે વર્ષ સુધી ચાલેલા પ્રેમ પ્રસંગ બાદ યુવતી નૈનીતાલથી ભાગી રાયસેન આવી ગઈ. ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા. તેની આ અનોખી પ્રેમ કહાનીનો ખુલાસો ત્યારે થયો જ્યારે યુવતીના પરિવારે નૈનીતાલ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ કરી. નૈનીતાલ પોલીસ યુવતીને લેવા રાયસેન પહોંચી તો તેણે પરત જવાની ના પાડી દીધી હતી.

Advertisement

રાયસેન શહેરના વોર્ડ નંબર 11માં રહેનાર યુવકે જણાવ્યું કે તે લગભગ અઢી વર્ષ પહેલા જ્યારે પબજી રમતા હતા, ત્યારે ઉત્તરાખંડના નૈનીતાલમાં રહેતી શીતલ સાથે તેની દોસ્તી થઈ હતી. થોડા દિવસ બાદ આ મિત્રતા આગળ વધી અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. ત્યારબાદ બંને એકબીજાના કોન્ટેક્ટ નંબર લઈને ચેટ કરવા લાગ્યા અને પછી વીડિયો કોલ કર્યો. લગ્ન પહેલા બંને માત્ર એકવાર મળ્યા હતા. એક મહિના પહેલા તેણે ભોપાલમાં લગ્ન કરી લીધા અને બંને સાથે રહેવા લાગ્યા.
યુવતી શીતલનું કહેવું છે કે તે નૈનીતાલમાં બીએસસીનો અભ્યાસ કરી રહી હતી. તેને પણ પબજી ગેમ રમવાનો શોખ હતો. ગેમ રમતા-રમતા યોગેશના સંપર્કમાં આવી. બે વર્ષ સુધી લવ અફેર બાદ તે નૈનીતાલથી ભાગીને રાયસેન આવી ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા.
યુવતીના ગાયબ થયા બાદ તેના પરિવારજનોએ ફરિયાદ કરી. તપાસ માટે નૈનીતાલ પોલીસ રાયસેન પહોંચી હતી. સ્થાનીક પોલીસની મદદથી રાયસેનના વોર્ડ 11માં રહેતા યોગેશ અને શીતલને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. બંનેના નિવેદન લેવામાં આવ્યા. આ દરમિયાન પોલીસે બંનેને સમજાવ્યા. નૈનીતાલ પોલીસ યુવતીને સાથે લઈ જવા ઈચ્છતી હતી. પરંતુ શીતલે ના પાડી દીધી. તેણે કહ્યું કે તે પોતાના પતિ સાથે રહેવા ઈચ્છે છે. તેણે પોતાની ઈચ્છાથી યોગેશ સાથે લગ્ન કર્યા છે. ત્યારબાદ નૈનીતાલ પોલીસ યુવતીને લીધા વગર ઉત્તરાખંડ પરત ફરી હતી.

Tags: indianainitalPubjiraysenShadi
Previous Post

કર્ણાટકમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 9ના મોત

Next Post

વાપીથી 2 શંકાસ્પદોની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

ભારતનો સૌથી લાંબો સી લીંક -દરીયાઈ બ્રિજ તૈયાર
તાજા સમાચાર

ભારતનો સૌથી લાંબો સી લીંક -દરીયાઈ બ્રિજ તૈયાર

December 9, 2023
મારા ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં : મોદી
તાજા સમાચાર

મારા ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં : મોદી

December 9, 2023
ઝારખંડમાં કોંગ્રેસ સાંસદને ત્યાંથી બીજા 100 કરોડ મળ્યા : આંકડો 300 કરોડે પહોંચ્યો
તાજા સમાચાર

ઝારખંડમાં કોંગ્રેસ સાંસદને ત્યાંથી બીજા 100 કરોડ મળ્યા : આંકડો 300 કરોડે પહોંચ્યો

December 9, 2023
Next Post
વાપીથી 2 શંકાસ્પદોની ધરપકડ

વાપીથી 2 શંકાસ્પદોની ધરપકડ

100 દિવસમાં જ દારૂબંધી હટાવીશું : શંકરસિંહ વાઘેલા

100 દિવસમાં જ દારૂબંધી હટાવીશું : શંકરસિંહ વાઘેલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.