રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીઑ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ચૂંટણીના જામતા માહોલ વચ્ચે ગુજરાતની ચૂંટણી અગાઉ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ફરી એક્ટિવ થયા છે. જેમાં તેમણે સૌથી મોટા વાયદા સમાન જો તેમના પક્ષની જીત થાય તો સરકાર બન્યા બાદ માત્ર100 દિવસની અંદર ગુજરાતમાંથી દારૂબંધીનો કાયદો હટાવી દેવાનો વાયદો આપ્યો છે. જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય બન્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામના નવા પક્ષ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી છે. તેવામાં શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં જીત મેળવી જો તેમની સરકાર બનશે તો ગુજરાતમાંથી 100 દિવસમાં દારુ બંધી હટાવી દેવમાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરતમાં અગાઉ શંકરસિંહ વાઘેલાની સરકાર વખતે દારૂબાંધી હટાવવાના નિર્ણય કરાયો હતો પણ તે વેળાએ કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરી સહમત ન હોવાથી દારૂબંધી હટી ન હતી.